Not Set/ પ્રશાંત કિશોરને મળ્યું પ્રમોશન : જેડીયુમાં બન્યા નંબર 2

રાજનીતિક રણનીતિકાર રૂપે ઓળખાણ મેળવી ચૂકેલા પ્રશાંત કિશોર જેડીયુમાં નીતીશ કુમાર બાદ હવે, બીજા નંબરના નેતા બની ગયા છે. જેડીયુના અધ્યક્ષ નીતીશ કુમારે પ્રશાંત કિશોરની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરી છે. નીતીશ કુમારે પ્રશાંત કિશોરને જેડીયુમાં સામેલ કરતા સમયે કહ્યું હતું કે, એમની ભૂમિકા પાર્ટીમાં નંબર 2ની હશે. જે એમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવતા સાચી ઠરી છે. […]

Top Stories India

રાજનીતિક રણનીતિકાર રૂપે ઓળખાણ મેળવી ચૂકેલા પ્રશાંત કિશોર જેડીયુમાં નીતીશ કુમાર બાદ હવે, બીજા નંબરના નેતા બની ગયા છે. જેડીયુના અધ્યક્ષ નીતીશ કુમારે પ્રશાંત કિશોરની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરી છે.

નીતીશ કુમારે પ્રશાંત કિશોરને જેડીયુમાં સામેલ કરતા સમયે કહ્યું હતું કે, એમની ભૂમિકા પાર્ટીમાં નંબર 2ની હશે. જે એમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવતા સાચી ઠરી છે.

જણાવી દઈએ કે, ગયા મહિને પ્રશાંત જેડીયુમાં જોડાયા હતા. આગામી લોકસભા 2019ને ધ્યાનમાં રાખતા જેડીયુ કાર્યકારિણી બેઠકમાં એમને પાર્ટીનું સભ્યપદ આપવામાં આવ્યું હતું.

પ્રશાંત કિશોર ગુજરાત વિધાનસભા 2012 થી લઈને 2014ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પ્રચાર અભિયાનનો મહત્વનો ભાગ હતા. ત્યારબાદ પ્રશાંત કિશોરે બિહારમાં મહાગઠબંધન માટે કામ કર્યું. ત્યારબાદ એમણે યુપી અને પંજાબમાં કોંગ્રેસ માટે પણ કામ કર્યું હતું.