અમેરિકામાં ગોળીબારની ઘટના સામાન્ય બની છે,ભૂતકાળમાં આ ફાયરિંગની ઘટનાઓમાં અનેક લોકોના મોત નિપજ્યા છે ,જેના લીધે અમેરિકા સંસદે બંદૂકથી થતી ઘટનાઓને અંકુશ લાવવાના હેતુથી દ્વિપક્ષીય બિલને મંજૂરી આપી છે
હવે આ બિલને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મોકલવામાં આવશે. દેશમાં બંદૂકની હિંસા વિરુદ્ધ છેલ્લા કેટલાક દાયકાઓમાં ધારાસભ્યો દ્વારા લેવામાં આવેલું આ સૌથી મોટું પગલું છે. રિપબ્લિકન પાર્ટી વર્ષોથી શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના ડેમોક્રેટિક પ્રયાસોને અવરોધી રહી હતી, પરંતુ ન્યૂયોર્ક અને ટેક્સાસમાં થયેલા ગોળીબારના પગલે બંને પક્ષોના ધારાસભ્યોએ સર્વસંમતિથી બિલ પસાર કર્યું હતું.
Right To Abortion / અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતનો અધિકાર નાબૂદ કર્યો,50 વર્ષ જૂના કાયદામાં કર્યો બદલાવ
આ બિલને સેનેટમાં 65 થી 33 વોટથી પસાર કરવામાં આવ્યું હતું. બિલ પસાર કરવા માટે 60 મતની જરૂર હતી. તેના સમર્થનમાં ડેમોક્રેટિક પાર્ટીના તમામ 50 સભ્યો અને રિપબ્લિકન પાર્ટીના 15 સભ્યો ઉપરાંત સ્વતંત્ર સમર્થકોએ મતદાન કર્યું હતું.આ પહેલા ગુરુવારે યુએસ સુપ્રીમ કોર્ટે બંદૂકના અધિકારોને પ્રતિબંધિત કરતા ન્યૂયોર્કના કાયદાને ફગાવી દીધો હતો. કોર્ટે ચુકાદો આપ્યો કે અમેરિકન લોકોને જાહેરમાં બંદૂક રાખવાનો મૂળભૂત અધિકાર છે અને આ અધિકારને મર્યાદિત કરવાથી બંધારણના 14મા સુધારાનું ઉલ્લંઘન થાય છે. તે જ સમયે, આ નિર્ણય પછી જો બિડેને કોર્ટના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી.
