Not Set/ અર્થવ્યવસ્થાને લઇને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપ્યુ મોટું નિવેદન

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આર્થિક મંદી અંગે વ્યક્ત કરવામાં આવતી ચિંતાઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસિત થતી મોટી અર્થવ્યવસ્થા છે અને હાલમાં વૃદ્ધિમાં ઘટાડો જોવા મળી રહ્યો જે વૈશ્વિક આર્થિક નરમાઈથી અસર થાય છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નાં સ્થાનિક કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, ભારત […]

Top Stories India

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આર્થિક મંદી અંગે વ્યક્ત કરવામાં આવતી ચિંતાઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસિત થતી મોટી અર્થવ્યવસ્થા છે અને હાલમાં વૃદ્ધિમાં ઘટાડો જોવા મળી રહ્યો જે વૈશ્વિક આર્થિક નરમાઈથી અસર થાય છે.

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નાં સ્થાનિક કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેની ચિંતા કરવાની જરૂર નથી. તેમણે સરકારની આર્થિક નીતિઓની પ્રશંસા કરતાં કહ્યું કે, મોદી સરકાર અર્થવ્યવસ્થા પર બાહ્ય પ્રભાવોની અસરને પહોચી વળવા માટે કામ કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો કુલ જીડીપીનો વૃદ્ધિ દર પાંચ ટકા પર આવી ગયો છે, જે છેલ્લા છ વર્ષનો સૌથી નીચો સ્તર છે.

જાવડેકરે કહ્યું કે, આ સમયે રોકાણ સૌથી મહત્વનું છે. તેમણે કહ્યું કે, ચીન અત્યારે આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણી કંપનીઓ ચીન છોડવાનું વિચારે છે. આપણે હમણાં રોકાણની જરૂર છે અને ઘણી કંપનીઓ અહીં આવી રહી છે. મોદી સરકારે રોકાણ આકર્ષવા માટેનાં અવરોધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. કનેક્ટિવિટીમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા જાવડેકરે તેજસ એક્સપ્રેસનો ઉલ્લેખ કર્યો. શુક્રવારે લખનઉથી આ ટ્રેનનું સંચાલન શરૂ થયું હતું.

તેમણે કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે, કોંગ્રેસનાં સમયે દેશ છોડીને ભાગી ગયેલા આવા મૂડીવાદીઓને લોન આપવામાં આવી હતી. હવે તેઓ પકડાઇ રહ્યા છે અને હવે તેમને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, જાવડેકરે ત્યારબાદ બેંક કસ્ટમર સર્વિસ ફેરમાં ભાગ લીધો હતો. દેશભરમાં 500 થી વધુ સ્થળોએ ગ્રાહક સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો