Lifestyle: ઘણી વાર હોંશમાં ને હોંશમાં આપણે નેઇલ પોલીશ (Nail Polish) ખરીદી તો લેતા હોઇએ છીએ પરંતુ, એને લગાવવાનો મેળ પડતો નથી! અથવા તો પ્રસંગોપાત જ એને તમે લગાવતા હો અને બાકીના સમયમાં તો એ પડી-પડી સુકાઇ જાય છે. જો તમારી ફેવરિટ નેઇલ પોલીશ પણ આ રીતે સુકાઇ ગઇ હોય તો એને ફેંકવાની જરા પણ જરુર નથી. અહિં આપેલી કેટલીક ટિપ્સ અજમાવવાથી તમે એને ફરીથી વાપરવા લાયક બનાવી શકશો. આ ઉપરાંત, અહિં અમે તમને નેઇલ પોલીશ સ્ટોર (Nail Polish Storage)કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક ટિપ્સ (Tips) અંગે પણ જણાવીશું.
ચાહે કન્યા હોય કે વયસ્ક મહિલા, મોટાભાગે સ્ત્રીઓ પોતાના કપડાને મૅચ થાય એવી નેઇલ પોલીશ લગાવવાની શોખીન હોય જ છે! નાની-નાની બાળકીઓને પણ પોતાના નખ રંગવાનું અને સૌને હરખથી બતાવવાનું ઘણું ગમતુ હોય છે. પણ સમસ્યા એ છે કે, ઘણા પાસે નેઇલ પોલીશનો ઢગલો થઇ જાય છે પણ એ કલેક્શનને ન્યાય મળતો નથી! પડી-પડી આ નેઇલ પોલીશ પૈકીની ઘણી તો સુકાઇ જાય છે અથવા ઘટ્ટ બની જાય છે. આવા સમયે એને ફેંકવાનું મન થતું નથી અને જીવ બળે છે કે, આવી ફિનિશિંગ વિનાની નેઇલ પોલીશનું શું કરવું? ઘણા લોકો એને ફેંકી દે છે પણ આમ કરવાનું ટાળવું જોઇએ. અહિં આપેલા કેટલાક નુસખા (Tricks) અજમાવવાથી તમારી સુકાયેલી (Dry) નેઇલ પોલીશમાં જાન આવી જશે અને એ ફરીથી વાપરવા લાયક (Reusable) બની જશે! તો ચાલો જાણીએ, તમારી ફેવરિટ નેઇલ પોલીશને ફરી વાપરવા લાયક બનાવવા માટેના કેટલાક નુસખા…

ધ્યાનમાં રાખવા જેવી ટિપ
જ્યારે આપણે બજારમાં ખરીદી કરવા જઇએ ત્યારે, હોંશમાં ને હોંશમાં ઘણા બધા સૌંદર્ય પ્રસાધનોની ખરીદી તો કરી લેતા હોઇએ છીએ, જેમાં નેઇલ પોલીશનો પણ સમાવેશ થાય છે. અહિં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, જરુર જેટલી જ ખરીદી કરવામાં (Smart Shopping) જ સ્માર્ટનેસ છે! બજારની લલચામણી જાહેરાતોમાં ફસાવું નહિં અને એવું કરવાથી બીજું કંઇ જ નહિં પરંતુ, કેવળ નાણાનો જ વ્યય થશે! વળી, આ બધા પ્રસાધનો વણવપરાયેલા પડ્યાં રહેવાથી ખરાબ થઇ જાય છે એથી આ એક્પાયર થયેલી (Expired) વસ્તુઓને ફેંકી દેવી પડતી હોય છે પણ, નેઇલ પોલીશને ફેંકવાની જરુર નથી અને અહિં આપેલા કેટલીક ટિપ્સ અજમાવવાથી તમારી સુકાયેલી નેઇલ પોલીશમાં જાન આવી જશે અને એ ફરીથી વાપરવા લાયક બની જશે!

તમે એમાં થિનર મિક્સ કરી શકો
ઘટ્ટ થઇ ગયેલી કે સુકાયેલી નેઇલ પોલીશને ફરીથી વપરાશયોગ્ય બનાવવા માટે તમે એમાં થિનર (Thinner) ભેળવી શકો છે. તમારે કેવળ 3-4 ટીપાં થીનર મિક્સ કરીને નેઇલ પોલીશની બોટલને બંને હથેળીઓની વચ્ચે રાખીને ગોળ-ગોળ ઘુમાવવાની રહેશે. પછી એક નખ પર લગાવીને એની કન્સિસ્ટન્સી ચેક કરી લેવી. સંતોષકારક ન જણાય તો તમે વધુ 1-2 ટીપાં થીનર મિક્સ કરી શકો છો.
ફ્રિઝમાં ક્યારેય ના મૂકવી જોઇએ
ઘણી ખરી મહિલાઓ નેઇલ પોલીશને ફ્રિઝમાં મૂકી દે છે. આના કારણે પણ નેઇલ પોલીશ જલદી ઘટ્ટ બની જાય છે. ફ્રિઝમાં રાખવાથી, એમાં ગઠ્ઠા બનવા લાગે છે. જો આમ થતું જણાય તો, એને એક વાર આકરા તાપમાં મૂકી દેવી. અડધા કલાક પછી તમે જોશો કે, એ ફરીથી વાપરવાલાયક બની ગઇ હશે.
આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો:પાર્ટનરથી દૂર છો? આ રીતે તમારી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપ બનશે મજબૂત, અંતર ‘વિલન’ નહિં બને!
આ પણ વાંચો:ચોમાસામાં કોથમીર બગડી જાય છે? જલદીથી અપનાવો આ ટિપ્સ, અઠવાડિયા સુધી રહેશે તરોતાજા…!
