Mask mandatory in Statue of Unity/ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આજથી માસ્ક ફરજિયાત, કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરવો પડશે!

કોરાના મામલે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આજથી માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Mask mandatory in Statue of Unity
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આજથી માસ્ક ફરજિયાત
  • કોરોના સંક્રમણ ટાળવા લેવાયો નિર્ણય
  • આજથી નિયમની કરાવાશે અમલવારી
  • કેવડીયા આવતા પ્રવાસીઓ માટે નિયમ લાગૂ પડશે

Mask mandatory in Statue of Unity :    ચીનમાં કોરોના મહામારી (COVID in China) સતત હાહાકાર મચાવી રહી છે. હોસ્પિટલોના શબઘરમાં મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે ,કોરોના સંક્રમિતથી સમગ્ર દેશ ભરડામાં આવી ગયું છે.જેના લીધે ભારત સરકાર એલર્ટ થઇ ગઇ છે અને તમામ રાજ્યોને ગાઇડલાઇન કરીને એલર્ટ રહેવા જોણાવ્યું છે. કોરોનાની સ્થિતિને લઇને  ગુજરાત સરકાર પણ એલર્ટ થઇ ગઇ છે. તમામ પ્રવાસી સ્થળો સહિત ભીડભાડવાળી જગ્યાઓ માટે કોરોના ગાઇડલાઇન અમલી બનાવી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના (Statue of Unity)પ્રવાસે બહોળી સંખ્યામાં લોકો આવે છે અને આ બાજુ કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએફ.7ના ફેલાઈ રહેલા સંક્રમણને કારણે હાલ તંત્ર પણ ઠેરઠેર અગમચેતીના પગલાઓ લઈ રહ્યું છે .કોરાના મામલે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આજથી માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.કોરોના સામે અગમચેતીના પગલા રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે જે પ્રમાણે વિશ્વમાં કોરોનાએ ફરી એકવાર દહેશતનો માહોલ ઉભો કર્યો છે જેના લીધે ભારત સરકાર પણ એલર્ટ થઇ ગઇ છે. રાજ્યમાં કાંકરિયા કાર્નિવલ, કે  કોઇપણ ભીડભાડવાળી જગ્યાઓ માટે કોરોના ગાઇડલાઇન અમલી બનાવી છે.  સૌથી મોટી લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા અને તેની આસપાસ થયેલા ટુરિઝમ(tourisam)( વિકાસને પગલે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે. તે દરમિયાનમાં હાલમાં દેશ દુનિયામાં ઠેરઠેર કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ એવા બીએફ.7નો હાહાકાર મચ્યો છે. આ વેરિએન્ટ વધુને વધુ લોકોને સંક્રમિત કરવાની તાકાત ધરાવતો હોવાને કારણે ટુંકા ગાળામાં વધારે દર્દીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેના કારણે હવે ચિંતાનું વાતાવરણ એટલે ઊભું થયું છે કે હાલમાં જ ગુજરાતમાં બે દર્દીઓ પણ નોંધાયા હતા. જે પછી મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓએ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે ભારત સરકારે(goverment of india) નિર્ણય લીધો છે કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, જો આ દેશોમાં આવનાર કોઈ મુસાફર કોરોના પોઝિટિવ જણાય અથવા તેનામાં કોરોનાના લક્ષણો દેખાય તો તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. આ દેશોમાંથી આવતા મુસાફરોએ તેમના સ્વાસ્થ્યની સ્થિતિ જાહેર કરવા માટે ‘એર સુવિધા’ ફોર્મ ભરવું ફરજિયાત રહેશે.

Telephonic Talk/ પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ટેલિફોનિક વાતચીત કરી, જાણો શું થઈ ચર્ચા