Crime/ “જહાં ચાર યાર મિલ જાયે…” અહીંયા પોલીસની ઝપટે ચડયા “શરાબી”

“જહાં ચાર યાર મિલ જાયે વહાં રાત….” અમિતાભ બચ્ચનની શરાબી ફિલ્મમાં આ ગીત ખુબજ પ્રખ્યાત છે. આ ગીત મુજબ દારૂની લત ઉપર ચડેલા લોકોને ફક્ત દારૂ પીવાનો મોકો મળવો જોઈએ અને સાથે જો જગ્યા મળી જાય એટલે દારૂડિયાઓની પાર્ટી જામી જતી હોય છે. અને આવી પાર્ટીઓમાં જો પોલીસની રેડ પડે તો દારૂડિયાઓનો સમગ્ર નશો એક […]

Ahmedabad Gujarat
images 1 "જહાં ચાર યાર મિલ જાયે..." અહીંયા પોલીસની ઝપટે ચડયા "શરાબી"

“જહાં ચાર યાર મિલ જાયે વહાં રાત….” અમિતાભ બચ્ચનની શરાબી ફિલ્મમાં આ ગીત ખુબજ પ્રખ્યાત છે. આ ગીત મુજબ દારૂની લત ઉપર ચડેલા લોકોને ફક્ત દારૂ પીવાનો મોકો મળવો જોઈએ અને સાથે જો જગ્યા મળી જાય એટલે દારૂડિયાઓની પાર્ટી જામી જતી હોય છે. અને આવી પાર્ટીઓમાં જો પોલીસની રેડ પડે તો દારૂડિયાઓનો સમગ્ર નશો એક મા જ ઉતરી જતો હોય છે.

આવો કે એક કિસ્સો અમદાવાદના આનંદ નગરમાં બન્યો હતો. આનંદ નગરના ફ્લેટના ચોથા માળે છુપી રીતે દારૂની પાર્ટી ચાલી રહી છે તેવી બાતમી સ્થાનિક પોલીસને પ્રાપ્ત થતા મહિલા પોલીસ સહિતનો કાફલો બાતમીની જગ્યાએ પહોંચી ગયો હતો. પોલીસે ઘરનો દરવાજો ખખડાવતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખુલતાની સાથેજ પોલીસ અંદર ઘુસી ગઈ હતી. ઘરની અંદર બે મહિલા અને બે પુરૂષ એમ ચારેય જણા ઈંગ્લીશ દારૂની બોટલ અને ચટાકેદાર વસ્તુઓની સાથે મહેફિલ માણી રહ્યા હતા. પોલીસને જોઈને ચારેય જણાએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ચારેયને પકડી લીધા હતા.

ખીમેશ પ્રજાપતિ, લલરીન કિમી , બીરાભકતા અને જોસન્ગપુઈ નામના ચારેય ઈસમો સામે પોલીસે પ્રોહીબીશનની જુદીજુદી કલમો મુજબની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની સાથે પુછપરછ કરતા બે ઈસમો અમદાવાદના અને બે ઈસમો આસામના હોવાની વિગતો બહાર આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…