Surendranagar/ પાટડી ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન અને શૈક્ષણિક સેમિનાર યોજાયો

પ્રિયકાંત ચાવડા – પ્રતિનિધિ, પાટડી

Gujarat Others
પાટડી, વણકર સમાજ, સન્માન સમારોહ

પાટડી ખાતે ખારાપાટ વણકર સમાજ ભવન વાડીમાં ધારાસભ્ય પી.કે.પરમારની અધ્યક્ષતામાં તેમજ પૂ. ભાણદાસ બાપુની ઉપસ્થિતિમાં ખારાપાટ યુવા વિકાસ પરિષદ દ્વારા તેજસ્વી તારલાઓનાં સન્માન તેમજ શૈક્ષણિક સેમિનારનો કાર્યક્રમ યોજાયો હતો.

સન્માન સમારોહમાં તેજસ્વી તારલાઓને શિલ્ડ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જગદીશ પરમાર, જયંતિ રાઠોડ, દિવ્યા પરમાર, વીરાભાઇ પરમાર માંડલ, ખેમાભાઇ પરમાર, નથાભાઈ પરમાર, વી.એચ.મકવાણા, પ્રવીણ વાણિયા, ડી.કે. મકવાણા, એડવોકેટ ડી.એમ.ચાવડા, વશરામ મકવાણા, પ્રવીણ પરમાર, જગદીશ રણોદરા, દિપકભાઈ પરમાર(ભોજવા) બીપીનભાઈ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.


આ પણ વાંચોઃ અમેરિકાએ ભારતીયોને આપી મોટી ભેટ,ડિસેમ્બરથી શરૂ થશે વર્કિંગ વિઝા રિન્યુઅલ પ્રોગ્રામ