Russia-Ukraine war/ યુક્રેને સૈનિકોની તાકાત વધારવા માટે કરી આ જાહેરાત,જાણો વિગત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધી બંને દેશોને ઘણું નુકસાન થયું છે. ચારે બાજુથી ટીકા થઈ રહી હોવા છતાં રશિયાનો હુમલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.

Top Stories World
22 યુક્રેને સૈનિકોની તાકાત વધારવા માટે કરી આ જાહેરાત,જાણો વિગત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધી બંને દેશોને ઘણું નુકસાન થયું છે. ચારે બાજુથી ટીકા થઈ રહી હોવા છતાં રશિયાનો હુમલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તે જ સમયે, યુક્રેન સતત રશિયાના હુમલાનો જવાબ આપી રહ્યું છે. યુક્રેને નક્કી કર્યું છે કે તે રશિયા સામે ઝુકશે નહીં. મંગળવારે યુરોપિયન સંસદમાં પોતાના સંબોધનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, યુક્રેનના લોકો અને યુક્રેનની સેના શાનદાર છે.યુદ્વ  સમાપ્ત ન થાય ત્યાં સુધી અમે લડીશું. આ દરમિયાન યુક્રેનના એક પગલાએ બધાને ચોંકાવી દીધા છે. યુક્રેને પોતાની સૈન્ય તાકાત વધારવા માટે ખુલ્લી ભરતીની જાહેરાત કરી છે. આ સાથે યુક્રેનની સરકાર લડાઈમાં સામેલ લોકોને મોટી રકમ પણ આપશે.

ઉલ્લેખનીય છે કે યુક્રેને નાગરિકોને યુદ્ધમાં સામેલ થવા માટે શું ઓફર કરી છે. યુક્રેનની સરકારે કહ્યું છે કે યુદ્ધમાં હથિયાર લઈને યુક્રેન માટે લડનારાઓને 1.5 મિલિયન ડોલર આપવામાં આવશે. આ સાથે જ આ નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દુશ્મન સેનાના સૈનિકની હત્યા માટે 300 ડોલરની વધારાની રકમ પણ આપવામાં આવશે.

આ જાહેરાત યુક્રેનિયન ઈન્ટેલિજન્સ વિભાગે પોતાની ટેલિગ્રામ ચેનલ પર કરી છે. યુક્રેને રશિયા સામેના યુદ્ધમાં સામાન્ય લોકોને મહત્તમ સંખ્યામાં સામેલ કરવા માટે આટલા મોટા ઈનામની જાહેરાત કરી છે. મૃત્યુ માટે $300 અને લશ્કરી સાધનો રાખવા માટે $1.5 લાખથી 2.5 લાખનો દર નક્કી કરવામાં આવ્યો છે.

રશિયન આર્મી ટેન્કને પકડવા માટે 2.5 લાખ રિવનિયા (યુક્રેનિયન ચલણ) આપવામાં આવશે. સશસ્ત્ર વાહનોને કબજે કરવા માટે દોઢ મિલિયન રિવનિયા, પાયદળના લડાયક વાહનોને કબજે કરવા માટે 2 લાખ રિવનિયા અને રશિયન સૈનિકને ઘાયલ કરવા અથવા મારવા માટે $300.

નોંધનીય છે કે રશિયાના સતત એરસ્ટ્રાઈકના કારણે લોકો સુરક્ષિત જગ્યાઓની શોધમાં છે. લાખો લોકો યુક્રેન છોડી રહ્યા છે. યુક્રેન છોડનારાઓમાં મોટાભાગના મહિલાઓ, બાળકો અથવા વૃદ્ધો છે. મોટી સંખ્યામાં લોકોએ દેશ છોડ્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આદેશ જારી કર્યો છે કે યુવાનો અને યુદ્ધ લડવામાં સક્ષમ લોકો દેશ છોડી શકે નહીં.