Not Set/ સુપ્રીમ કોર્ટ : અમે રેસ્ક્યુ ઓપરેશનના કામથી સંતુષ્ટ નથી, ફસાયેલા મજૂર માટે એક-એક સેકન્ડ છે કીમતી

૧૩ ડીસેમ્બરથી મેઘાલયમાં કોલસાની ખાણમાં ૧૫ મજૂર ફસાયેલા છે. આ લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ અને એરફોર્સની ટીમ સહિત અન્ય બીજી ટીમ પણ રાત-દિવસ પરસેવો પાડી રહ્યા છે પરંતુ ૨૨ દિવસથી ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનને લઈને સુપ્રીમ કોર્ટ ભડકી ઉઠી છે તેણે આ રેસ્ક્યુ ઓપરેશન પર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. #Meghalayaminers: Supreme Court asks […]

Top Stories India Trending
supreme court 1 સુપ્રીમ કોર્ટ : અમે રેસ્ક્યુ ઓપરેશનના કામથી સંતુષ્ટ નથી, ફસાયેલા મજૂર માટે એક-એક સેકન્ડ છે કીમતી

૧૩ ડીસેમ્બરથી મેઘાલયમાં કોલસાની ખાણમાં ૧૫ મજૂર ફસાયેલા છે. આ લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ અને એરફોર્સની ટીમ સહિત અન્ય બીજી ટીમ પણ રાત-દિવસ પરસેવો પાડી રહ્યા છે પરંતુ ૨૨ દિવસથી ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનને લઈને સુપ્રીમ કોર્ટ ભડકી ઉઠી છે તેણે આ રેસ્ક્યુ ઓપરેશન પર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલો ઘણો ગંભીર અને ચિંતાજનક છે. આ સંબંધમાં કોર્ટ નિર્દેશ જાહેર કરશે. એટલું જ નહી પણ રાજ્ય સરકાર અને બચાવની કામગીરી  પર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે.

જસ્ટીસ એકે સીકરી અને જસ્ટીસ એસ અબ્દુલ નજીરની બેંચે કહ્યું છે કે જો સરકાર કદમ ઉઠાવી રહી છે તો ખાણમાં ફસાયેલા મજૂરનું શું થયું ? ૧૫ મજૂરો ખાણમાં ફસાયા છે તેને કેટલો સમય થઇ  ગયો ? આ મામલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે બીજી એજન્સીનો સમન્વય કેમ નથી ? અમે અત્યાર સુધીમાં કરવામાં આવેલા પ્રયત્નોથી ખુશ નથી. મજૂરોને બહાર નીકળવા માટે જલ્દી જ કોઈ પગલા ઉઠાવવાની જરૂર છે.

તેઓ જીવિત છે કે મૃત તેનાથી કોઈ સંબંધ નથી તે લોકોને બહાર નીકળવા જોઈએ. વધુમાં જસ્ટીસ સીકરીએ કહ્યું હતું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે તે બધા જીવિત હોય.

સુપ્રીમ કોર્ટના સોલીસીટર જનરલ તુષાર મહેતા કહ્યું કે શુક્રવાર સુધીમાં કોર્ટને જણાવો કે મજૂરને નીકળવા માટે શું પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ? કોર્ટે વધુમાં કહ્યું હતું કે તે લોકો ખાણમાં ફસાયેલા છે તેવામાં એક-એક સેકન્ડ એ લોકો માટે કીમતી છે. કેન્દ્ર દ્વારા કોઈ કદમ ઉઠાવવો જોઈએ અને જરૂરત પડે તો સેનાનો સહારો પણ લો. કોર્ટે બીજો એક કટાક્ષ કર્યો હતો કે જો  થાઈલેન્ડમાં હાઈપાવર પંપ મોકલાઈ શકે છે તો અહિયાં તે પંપ ક્યાં ગયા ?