Not Set/ પોતાના ગુરુ સમાન કોચના અંતિમ સંસ્કારમાં શામેલ થયા સચિન, અર્થીને આપી કાંધ

મુંબઈ, ભારતના માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટની દુનિયાના ભગવાન એવા સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું બુધવાર સમી સાંજે નિધન થયું હતું. તેઓ ૮૭ વર્ષના હતા. રમાકાંત આચરેકરનું નિધન શિવાજી પાર્કની પાસે દાદર સ્થિત તેમના નિવાસ સ્થાન ખાતે થયું હતું, ત્યારબાદ ગુરુવારે તેઓના સંસ્કાર કરવામાં આવ્યા છે. https://youtu.be/KepwnF53jjM જો કે પોતાના ગુરુ સમાન કોચના અંતિમ સંસ્કાર દરમિયાન […]

Top Stories Trending Sports
Dv Z9v7UYAEkQF5 પોતાના ગુરુ સમાન કોચના અંતિમ સંસ્કારમાં શામેલ થયા સચિન, અર્થીને આપી કાંધ

મુંબઈ,

ભારતના માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટની દુનિયાના ભગવાન એવા સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું બુધવાર સમી સાંજે નિધન થયું હતું. તેઓ ૮૭ વર્ષના હતા.

Dv cWZoVAAEKCSh પોતાના ગુરુ સમાન કોચના અંતિમ સંસ્કારમાં શામેલ થયા સચિન, અર્થીને આપી કાંધ

રમાકાંત આચરેકરનું નિધન શિવાજી પાર્કની પાસે દાદર સ્થિત તેમના નિવાસ સ્થાન ખાતે થયું હતું, ત્યારબાદ ગુરુવારે તેઓના સંસ્કાર કરવામાં આવ્યા છે.

https://youtu.be/KepwnF53jjM

જો કે પોતાના ગુરુ સમાન કોચના અંતિમ સંસ્કાર દરમિયાન એક પરમ શિષ્ય એવા તેંડુલકરે તેઓની અર્થીને કાંધ આપી હતી તેમજ ભાવુક પણ થઇ ગયા હતા.

Dv Y8RtU0AEDr7v પોતાના ગુરુ સમાન કોચના અંતિમ સંસ્કારમાં શામેલ થયા સચિન, અર્થીને આપી કાંધ

શિવાજી પાર્કમાં કરાયેલા અંતિમ સંસ્કારમાં પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) ચીફ રાજ ઠાકરે, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર, ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર શામેલ થયા હતા.

ભારતીય ક્રિકેટમાં આપેલા મહાન યોગદાન માટે રમાકાંત આચરેકરને સરકાર દ્વારા “પદ્મ શ્રી” અને “દ્રોણાચાર્ય” પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રમાકાંત આચરેકરની કોચિંગમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી. સમીર દીધે, પ્રવીણ આમરે. ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ જેવા ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાની રમતને વધુ નિખારી હતી. રમાકાંત આચરેકરના નિધનના સમાચાર સાંભળીને ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.