Not Set/ સ્પોર્ટ્સ/ 14 વર્ષની ઇશાએ એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં જીત્યા 3 ગોલ્ડ મેડલ

હૈદરાબાદની 14 વર્ષની ઇશા સિંહે 14 મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. આ કતારનાં દોહામાં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપની જુનિયર કેટેગરીમાં તેણે આ પ્રદર્શન કરી પોતાના સ્વજનને ખુશ થવાની પળો આપી  છે. ઇશાએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને દેશનું માન વધાર્યું છે. આ શૂટિંગ પોઇન્ટ સુધી પહોંચવા માટે ઇશાએ અનેક બલિદાન આપ્યા છે. […]

Top Stories Sports
Esha Singh સ્પોર્ટ્સ/ 14 વર્ષની ઇશાએ એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં જીત્યા 3 ગોલ્ડ મેડલ

હૈદરાબાદની 14 વર્ષની ઇશા સિંહે 14 મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. આ કતારનાં દોહામાં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપની જુનિયર કેટેગરીમાં તેણે આ પ્રદર્શન કરી પોતાના સ્વજનને ખુશ થવાની પળો આપી  છે. ઇશાએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને દેશનું માન વધાર્યું છે.

આ શૂટિંગ પોઇન્ટ સુધી પહોંચવા માટે ઇશાએ અનેક બલિદાન આપ્યા છે. જેના માટે તેને પોતાનું સામાજિક જીવન પણ છોડવું પડ્યું હતુ. પોતાની જીત પર મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે તેમની યાત્રા સરળ નહોતી. ચંદ્રક જીતવાની આ સંપૂર્ણ તૈયારી અંગે તેણે કહ્યુ કે, જો તમે કોઈ બાબતમાં સફળ થવા માગો છો તો તમારે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડશે.

આ સપના સુધી પહોચવા માટે તે ન તો મિત્રો સાથે ફરતી હતી અને ન તો થિયેટરોમાં જઇને મૂવીઝ જોતી હતી. ઇશાએ આ દિવસ માટે ઘણું બધુ છોડી દીધું છે. તેણીએ પરિવાર સાથે સમય વિતાવવા, લગ્નોત્સવમાં ભાગ લેવા, તહેવારો જેવા અદભૂત કાર્યોમાં ભાગ લીધો ન હતો. તેની રમતનાં સંબંધમાં તેણે ઘણી મુસાફરી કરવી પડી, જેના કારણે તે આ બધાથી અંતર રાખતી હતી.

જુનિયર શૂટિંગ સ્ટાર ઇશાને આ યાત્રા પર કોઈ મલાલ નથી. તેમણે કહ્યું કે, કંઈક પ્રાપ્ત કર્યા પછી જે સંતોષ મળે છે તે વ્યક્ત કરવો મુશ્કેલ છે. ઇશા સિંહે 14 મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં 10-મીટર એર પિસ્તોલ જુનિયર મહિલા કેટેગરીની વ્યક્તિગત, ટીમમાં અને મિશ્ર ઇવેન્ટ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.