Not Set/ કિમ જોંગને બીજી વખત મળવા તૈયાર છે ડોનાલ્ડ ટ્રમ્પ, ટ્વીટ કરીને કહ્યું આવું

અમેરિકાના રાષ્ટ્રપતિએ મંગળવારે ટ્વીટ કર્યું હતું જેમાં કહ્યું કે તેઓ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન સાથેની મુલાકાતને લઈને ઉત્સુક છે. કિમ જોંગે એક દિવસ પહેલા નવું વર્ષ નિમિત્તે કહ્યું કે જો અમેરિકા તેમની વિરુદ્ધ દબાવ બનાવવો અને પ્રતિબંધ કાયમ રાખશે તો તે પોતાના નરમ વલણ પર વિચાર કરશે. “Kim Jong Un says North Korea […]

Top Stories World Trending
trump and kim jong un summit કિમ જોંગને બીજી વખત મળવા તૈયાર છે ડોનાલ્ડ ટ્રમ્પ, ટ્વીટ કરીને કહ્યું આવું

અમેરિકાના રાષ્ટ્રપતિએ મંગળવારે ટ્વીટ કર્યું હતું જેમાં કહ્યું કે તેઓ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન સાથેની મુલાકાતને લઈને ઉત્સુક છે. કિમ જોંગે એક દિવસ પહેલા નવું વર્ષ નિમિત્તે કહ્યું કે જો અમેરિકા તેમની વિરુદ્ધ દબાવ બનાવવો અને પ્રતિબંધ કાયમ રાખશે તો તે પોતાના નરમ વલણ પર વિચાર કરશે.

ઉત્તર કોરિયાના શાસકને વળતો ઉત્તર આપવા ટ્રમ્પે કહ્યું કે હું પણ ચેરમેન કિમને મળવા માટે ઉત્સુક છુ જેમને એ ખબર છે કે ઉત્તર કોરિયામાં આર્થિક ક્ષમતા ખુબ ભરાયેલી છે.

કિમ જોંગ ઉને કહ્યું હતું કે  ઉત્તર કોરિયા કોઈ પરમાણુ હથિયાર નહી બનાવે, તેનું પરીક્ષણ નહી કરે અને ન એને કોઈ બીજાને આપે અને હું ગમે તે સમયે મળવા માટે તૈયાર છુ.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જુન મહિનામાં ટ્રમ્પ અને કિમ વચ્ચે સિંગાપોરમાં વાતચીત થઇ હતી. આ બંને નેતા વચ્ચે ઉત્તર કોરિયાનું પરમાણુ નીરસસ્ત્રીકરણ અને બીજા અનેક મુદ્દા પર સહમતિ થઇ હતી.