travel/ ભારતનું આ રાજ્ય સ્વર્ગની કરાવશે મુલાકાત, અહીં જતાં જ તમારી બધી ચિંતાઓ થશે દૂર

એલેપ્પી પણ ખૂબ જ સુંદર છે અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. એલેપ્પી તેના દરિયાકિનારા, તળાવો અને હાઉસબોટ આવાસ માટે ખૂબ પ્રખ્યાત છે.

Trending Lifestyle
Beginners guide to 2024 03 01T174005.743 ભારતનું આ રાજ્ય સ્વર્ગની કરાવશે મુલાકાત, અહીં જતાં જ તમારી બધી ચિંતાઓ થશે દૂર

Travel News: ભારતમાં આવેલું કેરળ રાજ્ય ખૂબ જ સુંદર છે. અહીં એકવાર ગયા પછી તમે તમારી વિદેશ યાત્રા ભૂલી જશો. અહીંનું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય, સુંદર દરિયાકિનારા, સાથે સ્વાદિષ્ટ ભોજન તમને હંમેશા આ જગ્યાની યાદ અપાવશે. કેરળમાં એવી ઘણી બધી સુંદર સ્થળો છે જેની મુલાકાત જીવનમાં એકવાર લેવી જોઈએ.

10 Reasons to Visit Kerala - Authentic India Tours

કેરળના એલેપ્પીને ભારતનું વેનિસ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે કેરળ રાજ્ય વેનિસના જેવું સુંદર, નયનરમ્ય પ્રવાસન સ્થળ છે. એલેપ્પી પણ ખૂબ જ સુંદર છે અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. એલેપ્પી તેના દરિયાકિનારા, તળાવો અને હાઉસબોટ આવાસ માટે ખૂબ પ્રખ્યાત છે.

Best Places to Visit in Alleppey (Alappuzha) - Kerala Tourism 2023

કેરળ રાજ્યની રાજધાની અને રાજ્યના સૌથી મોટા શહેરોમાંનું એક તિરુવનંતપુરમ છે. તે તેના આકર્ષક દરિયાકિનારા માટે ખૂબ જ જાણીતું છે. આ સ્થળને વિશ્વના સૌથી અમીર મંદિરોમાંનું એક ગણવામાં આવે છે. અહીં પદ્મનાભસ્વામી મંદિર પણ આવેલું છે.

Popular Temples in Kerala – God's Own Country

આ શહેર સોના અને હીરાના આભૂષણો માટે પ્રખ્યાત છે. કેરળમાં વપરાતા લગભગ 70% જ્વેલરીનું ઉત્પાદન અહીં થાય છે. અહીંના સૌથી સ્વચ્છ બીચમાં ચાવક્કડ બીચ, નાટિકા બીચ, વદનપ્પલ્લી બીચ, સ્નેહાથીરામ બીચ અને પેરીયમ્બલમ બીચનો સમાવેશ થાય છે.

કેરળનો પુવર ટાપુ ખૂબ જ સુંદર છે. અહીં રહેવા માટે ફ્લોટિંગ કોટેજ છે. તમે મોટે હાર્બરમાં બોટ ટ્રીપનો આનંદ માણી શકો છો. અહીં વિવિધ પ્રકારના ક્રુઝ પણ જોવા મળશે.

Poovar Beach near Kovalam,Thiruvananthapuram | Kerala Tourism

કેરળના તિરુવનંતપુરમથી માત્ર 16 કિલોમીટર દૂર આવેલ કોવાલમ તેના સુંદર બીચ માટે પણ પ્રખ્યાત છે. કોવાલમના વિશાળ નારિયેળના વૃક્ષો અને રસપ્રદ દરિયાકિનારા આકર્ષણનું કેન્દ્ર છે. કોવાલમને દક્ષિણ ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે

આ પણ વાંચો:સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો પર માવઠાનું સંકટ

આ પણ વાંચો:ઈવાન્કા ટ્રમ્પ પહોંચી જામનગર, જાણો કઈ હસ્તીઓનું આગમન થયું