Not Set/ અમદાવાદ : ઇસરોમાં લાગી આગ, ૫ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

અમદાવાદ, અમદાવાદમાં આવેલા ઇસરોમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ આગ ઇસરોમાં આવેલા સ્ટોર રૂમમાં લાગી હતી. જેથી અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. Ahmedabad: A fire breaks out inside Indian Space Research Organisation (ISRO), 5 fire tenders at the spot. More details awaited. pic.twitter.com/BzJFa3CHzg— ANI (@ANI) December 28, 2018 આ આગે ગણતરીની મિનિટોમાં […]

Top Stories Ahmedabad Gujarat Trending
NPIC 20188308837 અમદાવાદ : ઇસરોમાં લાગી આગ, ૫ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

અમદાવાદ,

અમદાવાદમાં આવેલા ઇસરોમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ આગ ઇસરોમાં આવેલા સ્ટોર રૂમમાં લાગી હતી. જેથી અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો.

આ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકોમાં ચિંતાનો માહોલ ફેલાઇ જવા પામ્યો હતો. હાલ તો આ આગને કાબૂમાં લેવા માટે ફાયરની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથધર્યા હતા. મહત્વનું છે કે આ આગ ક્યાં કારણોસર લાગી તે અકબંધ છે.

મળતી માહિતી પ્રમાણે આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે, આગના કારણએ ભારે નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવે છે. આગ કયા કારણથી લાગે એ તપાસ બાદ જ જાણવા મળશે એવું અધિકારીઓનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે, સેટેલાઈટ ખાતે આવેલા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના 1972માં બનેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટરની 37 નંબરની બિલ્ડિંગમાં આવેલી સેટેલાઈટના કોમ્પેક્ટ એન્ટેના ટેસ્ટ ફેસિલિટી લેબમાં મે મહિનામાં આગ લાગી હતી.

સામાન્ય પણે આવી આગ બે કલાકમાં બુઝાવી દેવાય પરંતુ સાયન્ટિફિક અને ટેકનિકલ લેબ હોવાથી અંદર ધૂળ કે અન્ય કોઈ પદાર્થ પ્રવેશે નહીં તે માટે વેન્ટિલેશન ન હતું. આગ તો 2 કલાકમાં બુઝાવી દેવાઈ પણ ધુમાડો બહાર કાઢવામાં લગભગ 8 કલાક લાગ્યા.