મોટા સમાચાર/ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમા, આ દિવસે કરવામાં આવશે અનાવરણ

માસ્ટર બ્લાસ્ટરે પોતે જ નક્કી કર્યું છે કે સચિનની પ્રતિમા ક્યાં લગાવવામાં આવશે. આ માટે તે પત્ની અંજલિ સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ દરમિયાન મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાલે પણ સ્ટેડિયમમાં હાજર હતા.

Top Stories Sports
સચિન તેંડુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના ચાહકો માટે સારા સમાચાર છે. સચિન તેંડુલકરને તેના 50માં જન્મદિવસ પર ખૂબ જ ખાસ ભેટ મળવા જઈ રહી છે. સચિન 24 એપ્રિલ 2023ના રોજ 50 વર્ષનો થશે. આ દિવસને વધુ ખાસ બનાવવા માટે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશ (Mumbai Cricket Association) ને એક મોટી જાહેરાત કરી છે.

સચિન તેંડુલકરની પ્રતિમા મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમની અંદર સ્થાપિત થવા જઈ રહી છે. સચિન તેંડુલકરે તેની છેલ્લી મેચ આ મેદાન પર જ રમી હતી. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રતિમાનું અનાવરણ 23 એપ્રિલ, સચિન તેંડુલકરના 50મા જન્મદિવસે અથવા આ વર્ષે વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવી શકે છે.

ખાસ વાત એ છે કે માસ્ટર બ્લાસ્ટરે પોતે જ નક્કી કર્યું છે કે સચિનની પ્રતિમા ક્યાં લગાવવામાં આવશે. આ માટે તે પત્ની અંજલિ સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ દરમિયાન મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાલે પણ સ્ટેડિયમમાં હાજર હતા.

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના પ્રમુખ અમોલ કાલેએ એક નિવેદનમાં કહ્યું, “આ વાનખેડે સ્ટેડિયમની પ્રથમ પ્રતિમા હશે, અમે નક્કી કરીશું કે તેને ક્યાં મૂકવામાં આવશે. તેંડુલકર ભારત રત્ન છે અને બધા જાણે છે કે તેણે ક્રિકેટ માટે શું કર્યું છે. તે 50 વર્ષનો થશે કે તરત જ તેને એમસીએ તરફથી નાની ભેટ આપવામાં આવશે. મેં ત્રણ અઠવાડિયા પહેલા તેની સાથે વાત કરી હતી અને મને તેની સંમતિ મળી હતી.

ANI સાથે વાત કરતાં સચિન તેંડુલકર બોલ્યો, ‘મારું કરિયર આ મેદાનથી શરૂ થયું હતું. મારા જીવનની સૌથી મોટી ક્રિકેટિંગ ક્ષણ 2011 માં હતી જ્યારે અમે વર્લ્ડ કપ જીત્યો હતો, છેલ્લી મેચ જે મેં 2013 માં રમી હતી.

સચિને વધુમાં જણાવ્યું હતું કે, “આ મેદાન પર જ તેના કોચ રમાકાંત આચરેકરે તેનામાં ક્રિકેટ પ્રત્યે અલગ રસ જગાડ્યો હતો. આ પછી તેણે ક્રિકેટમાં જ કરિયર બનાવવાનું નક્કી કર્યું. એટલા માટે આ મેદાન તેમના માટે ખાસ છે અને અહીં પ્રતિમા હોવી એ મોટી વાત છે.

ક્લબ હાઉસની સામે પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે

આ દરમિયાન સચિન તેંડુલકર બોલ્યો, “તેમની પ્રતિમા ક્લબ હાઉસની સામે જ સ્થાપિત કરવામાં આવશે. આ જગ્યા ખૂબ જ સ્વચ્છ છે અને જ્યારે લોકો મેચ જોવા માટે આવે છે અને જાય છે, ત્યારે તેઓ પ્રતિમાની નજીકથી જોઈ શકશે. આપને જણાવી દઈએ કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ વખત કોઈ ખેલાડીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. આ સ્ટેડિયમમાં પહેલાથી જ સચિનનું નામ સ્ટેન્ડ છે.

આ પણ વાંચો: કાંગારૂ ટીમમાં 2 ઘાતક ખેલાડીઓની એન્ટ્રીથી ટીમ ઈન્ડિયામાં ખળભળાટ

આ પણ વાંચો:જાડેજા ઇતિહાસ રચવાની તૈયારીમાં, કપિલદેવની હરોળમાં બિરાજશે

આ પણ વાંચો:PL 2023 ન રમવા છતાં પણ બુમરાહને મળશે ફી, જાણો કેમ

આ પણ વાંચો:ગુજરાત જાયન્ટ્સ મુંબઈ સામે કેમ્પેઈનની શરૂઆત કરશે, નવી જર્સી પણ થશે લોન્ચ