Not Set/ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે સુપ્રમીકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી.

 અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં સંપન્ન થઇ છે અને 18મી ડિસેમ્બરે મતગણતરી થવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે એક અરજી કરવામાં આવી હતી. જોકે આ કોંગ્રેસની આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગણી કરવામાં આવી હતી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે […]

Top Stories
supreme court of India 2 ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે સુપ્રમીકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી.
 અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં સંપન્ન થઇ છે અને 18મી ડિસેમ્બરે મતગણતરી થવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે એક અરજી કરવામાં આવી હતી. જોકે આ કોંગ્રેસની આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગણી કરવામાં આવી હતી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે ઉપયોગમાં લેવામાં આવેલા વીવીપેટ મશીનના સરેરાશ 25 ટકા પેપર ટ્રેઇલની ચકાસણી કરવામાં આવે.
કોંગ્રેસની આ અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં કોર્ટ દખલ ના કરી શકે. કોંગ્રેસે ઈવીએમ મશીન અને વીવીપેટના મતની સરખામણી કરવાની માંગણી કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બન્ને તબક્કાના મતદાન સમયે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઈવીએમ સાથે ચેડાં થયા છે.
ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જૂન મોઢવાડિયાએ તો આક્ષેપ કર્યો હતો કે ઈવીએમ બ્લ્યુટ્રુથ સાથે કનેક્ટ થાય છે. જોકે ઈવીએમ સાથે ચેડાં થયા હોવાની રજુઆત સાથે ઈવીએમ અને વીવીપેટના 25 ટકા જેટલી ગણતરી કરવા માટેની કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.