Test Match/ કોહલીને ટીમમાંથી બહાર કરવાની વાત, દિગ્ગજ ખેલાડીનું ટ્વીટ થયું વાયરલ

આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં એક દિગ્ગજ ખેલાડીએ કોહલીને ટીમમાંથી બહાર કરવાની વાત કરી…

Top Stories Sports
Virat Kohli Test Career

Virat Kohli Test Career: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 11 વર્ષ પૂર્ણ કર્યા છે. વિરાટે આ 11 વર્ષમાં ટીમ ઈન્ડિયા માટે ઘણી શાનદાર ઈનિંગ્સ રમી અને એક કેપ્ટન તરીકે લાંબી સફર કરી, પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં એક દિગ્ગજ ખેલાડીએ કોહલીને ટીમમાંથી બહાર કરવાની વાત કરી છે.

આ ટ્વીટથી સનસનાટી મચી

વિરાટ કોહલીએ વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે સબીના પાર્ક ખાતે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. 2012માં કોહલી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારબાદ તેને પડતો મુકવાની માંગ ઉઠી હતી. આ બધા વચ્ચે પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ વિરાટ પર સવાલો ઉઠાવ્યા છે. હવે માંજરેકરનું 10 વર્ષ જૂનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.

માત્ર એક મેચ રમવાની તક

રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટેસ્ટ ટીમમાં રમતા હતા. સંજય માંજરેકરે 6 જાન્યુઆરી, 2012ના રોજ એક ટ્વિટમાં લખ્યું, ‘હું વીવીએસ લક્ષ્મણને ડ્રોપ કરીશ અને રોહિતને આગામી ટેસ્ટમાં લઈ જઈશ. લાંબી યોજના જોતાં આ સાચું છે. વિરાટને વધુ એક ટેસ્ટ રમવા માટે આપો, માત્ર ખાતરી કરવા કે ટેસ્ટ નહીં રમી શકે.

વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી

વિરાટ કોહલીને વર્ષ 2011માં પ્રથમ વખત સફેદ જર્સીમાં રમવાનો મોકો મળ્યો હતો. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 101 ટેસ્ટ મેચ રમી છે. કોહલીએ આ ટેસ્ટ મેચોમાં 7 બેવડી સદી, 27 સદી અને 28 અડધી સદીની મદદથી 8043 રન બનાવ્યા છે. વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં પણ સૌથી સફળ કેપ્ટન છે.

આ પણ વાંચો: Aamir Liaquat/ મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરાશે, કોર્ટના આ નિર્ણયથી હોબાળો

આ પણ વાંચો: Education/ એલડી એન્જી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ એન્જિનિયરિંગના કોર્સ  ઓફર કરશે

આ પણ વાંચો: ગુજરાત/ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોગ સાથે જોડાવવા કેન્દ્રીય આરોગ્યમંત્રીનું આહવાન