Not Set/ રાજકોટ કોંગ્રેસનાં મોટા નેતા સામે થઇ પોલીસ ફરિયાદ, જાણો કોણ છે અને શું છે મામલો

રાજકોટ કોંગ્રેસ ફરી વિવાદમાં સપાડાય હોવાનાં સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. રાજકોટમાં ધમકી આપવાના કેસમાં કોંગ્રેસ નેતા ડો હેમાંગ વસાવડા સામે કોર્ટમાં ફરિયાદ થઈ છે. રાજકોટની એક મહિલાની ફરિયાદને ધ્યાનમાં લેતા કોર્ટ દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે. સમગ્ર મામલાની જો […]

Top Stories Rajkot Gujarat
vasavada રાજકોટ કોંગ્રેસનાં મોટા નેતા સામે થઇ પોલીસ ફરિયાદ, જાણો કોણ છે અને શું છે મામલો

રાજકોટ કોંગ્રેસ ફરી વિવાદમાં સપાડાય હોવાનાં સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. રાજકોટમાં ધમકી આપવાના કેસમાં કોંગ્રેસ નેતા ડો હેમાંગ વસાવડા સામે કોર્ટમાં ફરિયાદ થઈ છે. રાજકોટની એક મહિલાની ફરિયાદને ધ્યાનમાં લેતા કોર્ટ દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે.

સમગ્ર મામલાની જો વાત કરીએ તો. ચાર વર્ષ પહેલા રાજકોટમાં પંડ્યા હાઉસ પ્રકરણ સાથે જોડાયેલા એક યુવાને 29 ઓક્ટોબર 2015ના રોજ ફ્લેટમાં ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું. મૃતક યુવકની પત્નીની ફરિયાદ મુજબ કોંગ્રેસનાં નેતા ડૉ. હેમાંગ વસાવડાએ આ યુવકને ફ્લેટ ખાલી કરવાની ધમકી આપી હતી.

ધમકીના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનાં આરોપો ડૉ. વસાવડા સામે થયા હતા અને પ્રાથમિક ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ મામલે આખરે મૃતક યુવકનાં પત્નિ દ્વારા કોર્ટનું શરણ લેવામાં આવ્યું છે અને આટલા લાંબા સમયગાળા પછી અચાનક જ કોર્ટમાં હવે આ કેસમાં ડૉ. હેમાંગ વસાવડા સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.