મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હજુ થોડા જ દિવસો બાકી છે. આજે એટલે કે શનિવારે પ્રચારનો અંતિમ દિવસ છે. દરેક પક્ષ છેલ્લી ક્ષણ સુધી મતદારોને તેમની પાર્ટીની વિચારધારા સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન બોલીવુડ અભિનેતા સલમાન ખાનનાં બોડીગાર્ડ શેરા પણ રાજકારણમાં ઉતરી ગયા છે. આપને જણાવી દઇએ કે, શેરા શિવસેવામાં જોડાઇ ચુક્યા છે.
શુક્રવારે સવારે શેરા પક્ષનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુના સેના પ્રમુખ આદિત્ય ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. શિવસેનાએ પણ તેમના ફોટા પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે શેરાનાં ખભા પર એક કેસરી ખેસ છે.
આ સાથે, તેના હાથમાં એક તલવાર પણ દેખાય છે. શિવસેનાએ શેરાની ઘણી તસવીરો શેર કરી છે. આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના મળીને ચૂંટણી લડી રહ્યા છે. શેરા છેલ્લા 22 વર્ષથી સલમાન ખાનનો બોડીગાર્ડ છે. તે સલમાનનો સૌથી વિશ્વાસપાત્ર બોડીગાર્ડ માનવામાં આવે છે. શેરાનું અસલી નામ ગુરમીતસિંહ જોલી છે. રાજ્યમાં 21 ઓક્ટોબરનાં રોજ મતદાન થશે.
મહારાષ્ટ્રમાં, એક જ તબક્કામાં 288 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ દિવસે જ હરિયાણાની 90 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મતદાનનાં ત્રણ દિવસ બાદ 24 ઓક્ટોબરે બંને રાજ્યોનાં ચૂંટણી પરિણામો આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.