Not Set/ ભણવામાં કમજોર હતી ગર્લફ્રેંડ, બોયફ્રેન્ડ તેના કપડા પહેરીને પહોંચ્યો પરીક્ષા આપવા અને…

છોકરાએ ગજબનું કૃત્ય કર્યું છે. તેની ગર્લફ્રેન્ડ જે વિષયમાં નબળી હતી તે વિષયનું પેપેર આપવા માટે તે તેના કપડાં પહેરીને પરીક્ષા આપવા પહોંચ્યો…

India
પરીક્ષા

કોરોના સમયગાળાએ સમગ્ર વિશ્વના લોકોના વ્યવસાયને જ અસર કરી નથી, પરંતુ તેની શિક્ષણ પ્રણાલીને પણ ઘણી અસર કરી છે. ઘણા દેશોમાં, બાળકો પરીક્ષા વિના પાસ થયા હતા. આ એપિસોડમાં એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક છોકરાએ ગજબનું કૃત્ય કર્યું છે. તેની ગર્લફ્રેન્ડ જે વિષયમાં નબળી હતી તે વિષયનું પેપેર આપવા માટે તે તેના કપડાં પહેરીને પરીક્ષા આપવા પહોંચ્યો હતો. પરંતુ આ પરાક્રમ તેના પર ભારે પડ્યું હતું.

આ પણ વાંચો :રાખડીના સંબંધને લાંછન પહોંચાડતી ઘટના, ભાઈએ પોતાની જ બહેનનું કર્યું અપહરણ, પછી..

હકીકતમાં, આ ઘટના આફ્રિકન દેશ સેનેગલની છે. અહેવાલો અનુસાર, આ ઘટના યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન બની હતી. અધિકારીઓએ પરીક્ષા દરમિયાન એક છોકરી પર શંકા કરી, જ્યારે તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તે છોકરી નથી પણ એક યુવક છે જે છોકરી તરીકે પરીક્ષા આપી રહ્યો છે. તેની તરત જ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેણે આપેલું કારણ સાંભળીને બધાને આશ્ચર્ય થયું.

અહેવાલો અનુસાર, છોકરાનું નામ ખાદીમ છે. તે પરીક્ષામાં તેની 19 વર્ષની ગર્લફ્રેન્ડનું પેપર આપી રહ્યો હતો. આ કરવા માટે, તેણે પોતાને ગર્લફ્રેન્ડના જ પોશાક પહેર્યા હતા. તેણે ત્યાં ટ્રેડીશનલ સ્કાર્ફ પહેર્યો હતો, કાનમાં બુટ્ટી પહેરી હતી, છોકરીનો ડ્રેસ પહેર્યો હતો, મેકઅપ કર્યો હતો અને ગર્લફ્રેન્ડના અન્ડરગાર્મેન્ટ પણ પહેર્યા હતા.

આ પણ વાંચો :આ ચોર માત્ર એસ્ટીમ કાર જ ચોરતો હતો જાણો કેમ

આ પછી તેણે પરીક્ષા હોલમાં પ્રવેશ કર્યો અને સતત ત્રણ દિવસ સુધી આ કર્યું પરંતુ ચોથા દિવસે એક નિરીક્ષક અધિકારીએ ખાદીમ પર શંકા જતા. તેની તપાસ કરવામાં આવી ત્યારે તેની પોલ ખુલ્લી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 31 જુલાઈના રોજ તે પકડાઈ ગયો હતો અને પોલીસને પરીક્ષા કેન્દ્ર પર બોલાવવામાં આવી હતી અને ખાદીમ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

હાલ ખાદીમની ધરપકડ કરવામાં આવી છે. જોકે, ખાદીમે તેની ગર્લફ્રેન્ડ પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવા દીધી ન હતી. જ્યારથી આ મામલો સામે આવ્યો છે, લોકો છોકરાની હિંમતની પ્રશંસા પણ કરી રહ્યા છે. અહેવાલોમાં એવો પણ ઉલ્લેખ છે કે પોલીસ તેની ગર્લફ્રેન્ડ સુધી પણ પહોંચી હતી, પરંતુ ખાદીમે સમગ્ર ગુનો પોતાના પર લઈને ગર્લફ્રેન્ડને બચાવી લીધી હતી.

આ પણ વાંચો :ભાજપના કાર્યકર્તાએ પીએમ મોદીનું મંદિર બનાવ્યું, પોતાના ખિસ્સામાંથી ખર્ચ્યા લાખો રૂપિયા

આ પણ વાંચો :રાજસ્થાન હાઇકોર્ટે પુરૂષ પરિણીત મહિલાના લિવ-ઇન રિલેશનશીપને ગેરકાયદે ઠરાવી

આ પણ વાંચો :તાલિબાનના ડરથી ના ડર્યા રતન નાથ મંદિરના પૂજારી, કહ્યું – હું છેલ્લા શ્વાસ સુધી…