Not Set/ ધો.6-8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરવા સાંજ સુધી થઇ શકે જાહેરાત,શિક્ષણમંત્રીની મહત્વપૂર્ણ બેઠક

રાજ્યમાં માત્ર આઠ મહાનગરો સિવાય કોઈ જગ્યાએ કર્ફ્યૂ પણ લાગૂ નથી. ગુજરાતમાં ધોરણ 9થી 12ની શાળાઓ અને કોલેજોના વર્ગો પણ શરૂ થઈ ગયા છે. હવે રાજ્યમાં ટૂંક સમયમાં પ્રાથમિક શાળાના વર્ગો પણ શરૂ થઈ રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે. 

Top Stories Gujarat
chudasama ધો.6-8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરવા સાંજ સુધી થઇ શકે જાહેરાત,શિક્ષણમંત્રીની મહત્વપૂર્ણ બેઠક

હવે ધોરણ 6 થી 8 ની પ્રાથમિક શાળાઓ ઓફલાઇન શરૂ કરવા અંગે રાજ્ય સરકાર ગંભીર છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેબિનેટ બેઠકમાં આ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગના રિપોર્ટને આધારે આખરી નિર્ણય લેવાશે તેવું નક્કી કરાયું છે. ત્યારે આજે સાંજ સુધીમાં નિર્ણયની જાહેરાત થવાની સંભાવના છે.રાજ્યમાં હવે કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોના સંકટ બાદ હવે લોકોનું જીવન પાટા પર પરત ફરી રહ્યું છે. રાજ્યમાં માત્ર આઠ મહાનગરો સિવાય કોઈ જગ્યાએ કર્ફ્યૂ પણ લાગૂ નથી. ગુજરાતમાં ધોરણ 9થી 12ની શાળાઓ અને કોલેજોના વર્ગો પણ શરૂ થઈ ગયા છે. હવે રાજ્યમાં ટૂંક સમયમાં પ્રાથમિક શાળાના વર્ગો પણ શરૂ થઈ રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે.

OMG! / મોંઘવારીએ તોડી સામાન્ય નાગરિકોની કમર, હવે ઘરેલુ ગેસ સિલિન્ડરનાં ભાવમાં થયો વધારો

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં જનજીવન ફરીથી ધબકતુ થતા સરકારે ધો.9 થી 12 અને કોલેજોમાં ઓફલાઇન અભ્યાસ  શરૂ કરાયો છે. પરંતુ ધો.6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક માં આ અંગે ચર્ચા કરવામા આવી હતી.  ત્યરે આજે સાંજ સુધીમાં નિર્ણયની જાહેરાત થવાની સંભાવના છે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાની ચેમ્બરમાં મીટિંગ કરી આ અંગે બેઠક કરી હતી.

નકલી આઇડી / મહારાષ્ટ્રના ડીજીપીનું ફેસબુક પર નકલી પ્રોફાઇલ બનાવનાર ઝડપાયો

 છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં કોરોનાના કેસો ઘટ્યા છે, સરકાર પણ યોગ્ય પગલાં લઈ રહી છે. આ સ્થિતિમાં હવે જો પ્રાથમિકના વર્ગોના શરૂ થાય તો કઈ વાંધો આવે એવું લાગતું નથી.અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીન્ટેડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી અને ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે એવી શક્યતા અનેક લોકોએ વ્યક્ત કરી છે. ત્રીજી લહેર અને એમાં પણ બાળકો જો સપડાય તો અમે તમામ વ્યવસ્થા કરી રાખી છે. પરંતુ સદનસીબે સિવિલ હોસ્પિટલમાં અત્યારે એકપણ કોરોના પોઝિટિવ બાળક સારવાર માટે દાખલ નથી.બાળકો પણ ઘરે રહીને કંટાળ્યા છે, ઓનલાઈન અભ્યાસમાં વાલીઓએ પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઓનલાઈન અભ્યાસથી બાળકોની આંખોમાં સમસ્યા થઈ રહી છે, સાથે જરૂરી અભ્યાસ પણ પૂરો કરવો મુશ્કેલ સાબિત થાય છે. હાલ કેસો ઘટ્યા છે ત્યારે જો સરકાર આગામી દિવસમાં પ્રાથમિકના વર્ગો શરૂ કરે તો કોઈ ખાસ વાંધો આવે એવું લાગતું નથી. પરંતુ હાલ જે રીતે લોકો પોતાને સાચવી રહ્યા છે એ રીતે તમામ પોતાને સાચવે અને તકેદારી રાખે એ જરૂરી રહેશે.

majboor str 9 ધો.6-8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરવા સાંજ સુધી થઇ શકે જાહેરાત,શિક્ષણમંત્રીની મહત્વપૂર્ણ બેઠક