સુરત,
હજુ ગઈ કાલે જ સુરતમાં નવસારી બજારના ગોપી તળાવ પાસે આવેલ મંદિરના પુજારીનું ૩ બાળકો સાથે અડપલા કર્યા હોવાનું કૃત્ય બહાર આવ્યું હતું. ત્યાં આજે બીજી એક આવું જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બહાર આવ્યું છે.
સુરતના અડાજણ વિસ્તારમાં પાલપુર પાટિયામાં આવેલી રાજહંસ વિંગ્સ સોસાયટીમાં છેલ્લા દોઢ વર્ષથી વોચમેન તરીકે ફરજ નિભાવતો બ્રિજેશ ઉમાશંકર તિવારી નીચે રમતા બાળકો સાથે ખરાબ કૃત્ય કરતો હતો.
છેલ્લા દોઢ વર્ષથી બ્રિજેશ તેના ઘરે પણ નથી ગયો. આવું ગંદુ કામ કરનારા વોચમેનના લીધે બાળકોએ સોસાયટીમાં રમવાનું બંધ કરી દીધું હતું. જેને લઈને તેમના પરિવારજનોને ચિંતા થતા તેમને પૂછતા ખબર પડી કે સોસાયટીનો વોચમેન અવારનવાર તેમના બાળકો સાથે શારીરિક અડપલા કરતો જેને લઈને બાળકો ડરી ગયા હતા. બ્રિજેશે રમતા બાળકોને કીધું કે, હું તમને મોબાઈલ ફોન ગીફ્ટમાં આપું છુ અને પછી બાળકોએ તેનો ફોન ચોરી લગાવ્યાનો આરોપ મુક્યો હતો.
સોસાયટીના રહીશો આ મામલે એકઠાં થયા હતા અને પોલીસને બોલાવી વોચમેનને પોલીસને હવાલે કર્યો હતો. હાલ અડાજણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બાળકોને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી.
ગત રોજ ચાર બાળકો સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન આજે અડાજણ વિસ્તારમાં વોચમેન દ્વારા બે બાળકો સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય અને એક બાળક સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેટલું જ નહિ પણ બ્રિજેશને પણ આજે મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે
ગઈકાલે નવસારી બજાર ખાતે આવેલા એક પૂજારી દ્વારા ત્રણ બાળકો સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્યુ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. અને પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી આ દરમિયાન ચોક બજારમાં પણ એક પાડોશી યુવક દ્વારા એક બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી 13 રૂપિયા આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
જામનગરમાં પણ ગુરુવારે રુવાડા ઉભા કરી દે તેવો બનાવ બન્યો હતો. ૯ વર્ષની બાળકી પર તેનો સાવકો ભાઈ છેલ્લા ૫ મહિનાથી દુષ્કર્મ આચરતો અને તેને મારતો પણ હતો. તેટલું જ નહિ પણ તેને નિર્વસ્ત્ર કરીને નચાવતો હતો અને ચીપીયાના ડામ પણ આપતો.૯ વર્ષની ઈશુ પર માત્ર સાવકા ભાઈ-બહેન જ નહી પણ તેના પિતા પણ હાથ ઉપાડતા હતા.અંતે સાવકા ભાઈએ જ દુષ્કર્મ કરીને તેનો શ્વાસ રૂંધાવીને મારી નાખી હતી.
તો બીજી બાજુ થોડા દિવસ પહેલા દિલ્હીમાં મજૂર પરિવારની ૮ મહિનાની દીકરી પર તેના જ પિતરાઈ ભાઈએ બળાત્કાર ગુજાર્યો હતો.
હાલ જે નાની ઉંમરના બાળકો સાથે જાતીય સતામણી કે શારીરિક અડપલા જેવા બનાવ બની રહ્યા છે તેની પાછળ pedophilia જવાબદાર છે. આ શબ્દનો અર્થ વિશે જોવા જઈએ તો દુનિયાના ઘણી મોટી સંખ્યાના લોકો તેનાથી પીડાઈ રહ્યા છે.તેઓ તેમની સમવયસ્કના ઉંમરના લોકો સાથે જાતીય સંબંધ બાંધવાના બદલે તેનાથી નાની ઉંમરના લોકોને પોતાનો શિકાર બનાવે છે. તેની પાછળ જો કારણ જોવા જઈએ તો સમવયસ્ક ઉમરના લોકો સાથે તેઓ જાતીય સુખની અનુભૂતિ નથી કરી શકતા અને તેને પગલે આવા કૃત્યો આચરે છે. તેમની માનસિક સ્થિતિ એટલી હદે ખરાબ હોય છે કે સામેનું બાળક તેનાથી કેટલી ઉંમર નાનું છે તેની પણ ભાન રહેતી નથી અને આવા માનસિક પીડિત હવસખોર લોકોના શિકાર માસૂમ બાળક બને છે.
