સૂત્રોચ્ચાર/ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાજ શરીફ ડેલિગેશન સાથે મદીના પહોંચ્યા,લોકોએ ‘ચોર-ચોર’ના નારાથી PMનું સ્વાગત કર્યું

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયાની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન પ્રતિનિધિમંડળ મદીનામાં મસ્જિદ-એ-નબવી પણ પહોંચ્યું હતું

Top Stories World

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયાની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન પ્રતિનિધિમંડળ મદીનામાં મસ્જિદ-એ-નબવી પણ પહોંચ્યું હતું. આ દરમિયાન તેમનું ત્યાં ચોર-ચોર ના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સેંકડો લોકો ‘ચોર ચોર’ના નારા લગાવી રહ્યા છે. જ્યારે પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ મસ્જિદ-એ-નબવીમાં આવતું જોવા મળ્યું ત્યારે આ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, ઘટના બાદ પોલીસે પવિત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ સૂત્રોચ્ચાર કરનારા લોકોની ધરપકડ કરી હતી. એક વીડિયોમાં માહિતી મંત્રી મરિયમ ઔરંગઝેબ અને નેશનલ એસેમ્બલીના સભ્ય શાહજૈન બુગતી અન્ય લોકો સાથે જોવા મળ્યા હતા. પાકિસ્તાની અખબાર અનુસાર, ઔરંગઝેબે આ વિરોધ પાછળ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે.

એક્સપ્રેસ ટ્રિબ્યુને ઔરંગઝેબને ટાંકીને કહ્યું, ‘હું આ પવિત્ર ભૂમિ પર આ વ્યક્તિનું નામ નહીં લઉં, કારણ કે હું આ જમીનનો ઉપયોગ રાજકારણ માટે કરવા માંગતો નથી. પરંતુ તેમણે (ઈમરાન ખાને) પાકિસ્તાની સમાજને બરબાદ કરી દીધો છે. ઉલ્લેખનીય છે  કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાઉદી અરેબિયાની તેમની પ્રથમ ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે. પાકિસ્તાનના વડાપ્રધાનની સાઉદી મુલાકાતમાં ડઝનબંધ અધિકારીઓ અને રાજકીય નેતાઓ તેમની સાથે છે.