વરસાદ/ રાજ્યના 73 તાલુકામાં મેઘરાજાની શાનદાર સવારી,ધંધુકામાં બે જ કલાકમાં 1 ઇંચ વરસાદ

18 જુલાઇ બાદ ફરી એકવાર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે

Top Stories Gujarat

ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાની મહેર જોવા મળે છે.આજે રાજયમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે,18 જુલાઇ બાદ ફરી એકવાર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. આજે  રાજ્યના 73 તાલુકામાં વરસાદ પડ્યો હતો .જેમાં દાહોદ તાલુકામાં સૌથી વધુ 1.4 ઈંચ વરસાદ પડયો છે. જ્યારે રાજ્યના 7 તાલુકામાં એક ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે સરકારી દફતરના આંકડા મુજબ અમદાવાદના ધોલેરામાં 31 મિમી, દાહોદના ગરબાડામાં 31 મિમી, વડોદરાના ડભોઈમાં 29 મિમી, વલસાડના કપરાડામાં 29 મિમી, અમદાવાદના ધંધુકામાં 27 મિમી, વલસાડના ઉમરગામમાં 27 મિમી, દાહોદના ફતેપુરામાં 25 મિમી, બોટાદના રાણપુરમાં 25 મિમી તેમજ મહીસાગરના લુણાવાડામાં 24 મિમી વરસાદ નોંધાયો છે.

નોંધનીય છે કે આ વખતે ચોમાસુ સારૂ છે. જેના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ખાબકેલા વરસાદના આંકડા પર નજર નાંખીએ તો, આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 1 ઈંચ જેટલો વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં નોંધાયો છે. જ્યારે વડોદરાના ડભોઈમાં 26 મિમી, બોટાદના રાણપુરમાં 25 મિમી, છોટાઉદેપુરના સંખેડામાં 18 મિમી, ખેડાના મહેમદાબાદમાં 13 મિમી અને ખેડાના મહુધામાં 10 મિમી વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં 16થી 20 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ રહેશે. તથા 18 જુલાઇથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે.