અમેરિકાના ફ્લોરિડા હાઈસ્કુલમાં ગોળીબારની ઘટના સામે આવી હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ભારતીય સમય અનુસાર બુધવારની મોડી રાત્રે થઇ હતી.
મારર્જરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં ક્લાસ પૂરો થાય તે પહેલા જ હિંસાની શરૂઆત થઇ હતી. આરોપી 19 વર્ષીય નિકોલ્સ ક્રુજની ધરપકડ કરવામાં આવી છે. નિકોલસે અંધાધુંધ ગોળીબાર કર્યા બાદ પોલીસને સરેડંર કર્યું હતું.

આરોપી 19 વર્ષીય નિકોલ્સ ક્રુજએ કબૂલાત કરી કે તેણે જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. નિકોલ્સ ક્રુજ તેની સ્કૂલ બેગમાં એક્સ્ટ્રા ગોળીઓને પણ લઈ ગયો હતો. તેણે જણાવ્યું કે પાંચ ક્લાસરૂમોમાં ગોળીબારી કરી હતી. જેમાં 4 કલાસરૂમમાં જે ગ્રાઉન્ડફ્લોર પર આવેલા છે અને 1 ઉપરના કલાસરૂમમાં ફાયરીંગ કર્યું હતું.
નિકોલ્સ ક્રુજએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે ૩ મિનીટ સુંધી ફાયરીંગ કર્યું હતું. તે ગોળીબારી કરીને ત્રીજા માળ પર ગયો હતો. અને તેની પાસે રહેલી એઆર 15 બંધુક અને કારતૂસોથી ભરેલી બેગ હતી તે પડી ગઈ હતી, અને સ્કૂલ માંથી ભાગી રહેલા બાકીના વિધાર્થીઓ સાથે તે બચવા માટે ભાગી રહ્યો હતો.
ફાયરીંગ પછી આરોપી એક મોલમા ગયો અને ત્યાં તે મેકડોનાલ્ડસમાં ગયો હતો. 40 મીનીટ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, મેં ગવર્નર રિક સ્કોટ સાથે વાત કરી છે. એજન્સીઓ સાથે મળીને સંપૂર્ણ તત્પરતાની સાથે કામ કરીશું. ઘટનામાં માર્યા ગયા લોકો અને પરિવાર સાથે મારૂ પુરી સંવેદના છે. કોઇપણ બાળક, શિક્ષક કે પછી અન્ય અમેરિકન સ્કૂલોને અસુરક્ષા ના અનુભવી જોઇએ.
