ફ્લોરિડા,
અમેરિકાના ફ્લોરિડા હાઈસ્કુલમાં ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા. આરોપી 19 વર્ષીય નિકોલ્સ ક્રુજની ધરપકડ કરવામાં આવી છે. નિકોલસે અંધાધુંધ ગોળીબાર કર્યા બાદ પોલીસને સરેડંર કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, આરોપી એક સમયે સ્કુલમાં ભણતો હતો. આ વિદ્યાર્થીને સ્કૂલ તંત્ર દ્વારા હાંકી કાઢવામાં આવ્યો હતો. આ ઘટના ભારતીય સમય અનુસાર બુધવારની મોડી રાત્રે થઇ હતી.
મિયામીથી 72 કિલોમીટર ઉત્તરમાં પાર્કલેન્ડમાં મારર્જરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં ક્લાસ પૂરો થાય તે પહેલા જ હિંસાની શરૂઆત થઇ હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, મેં ગવર્નર રિક સ્કોટ સાથે વાત કરી છે. એજન્સીઓ સાથે મળીને સંપૂર્ણ તત્પરતાની સાથે કામ કરીશું. ઘટનામાં માર્યા ગયા લોકો અને પરિવાર સાથે મારૂ પુરી સંવેદના છે. કોઇપણ બાળક, શિક્ષક કે પછી અન્ય અમેરિકન સ્કૂલોને અસુરક્ષા ના અનુભવી જોઇએ.
