Breaking News:અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં 8 એપ્રિલની મોડી રાત્રે યોજાયેલા એક ધાર્મિક પ્રસંગ દરમિયાન પીરસવામાં આવેલી સેવ-ખમણી ખાધા બાદ સામૂહિક ફૂડ પોઈઝનિંગની (Food Poisoning) ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 60થી વધુ ગ્રામજનો અસરગ્રસ્ત થયા છે, જેમાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા પણ નોંધપાત્ર છે.મળતી માહિતી અનુસાર, ગામમાં આવેલા ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. અલ્પાહાર તરીકે તાજી સેવ-ખમણી પીરસવામાં આવી હતી. ભોજન આરોગ્યા બાદ થોડી જ વારમાં લોકોને જીવ ગભરાવવો, ઉલટી, ઉબકા, ચક્કર આવવા અને પેટમાં તીવ્ર દુખાવો જેવી તકલીફો શરૂ થઈ ગઈ હતી.

ફૂડ પોઈઝનિંગની (Food Poisoning) અસર એટલી ઝડપી ફેલાઈ કે જોતજોતામાં 60થી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. અસરગ્રસ્તોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સંખ્યા વધુ હોવાથી ગામમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. દર્દીઓની હાલત બગડતા તેમને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અન્ય નજીકની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ દર્દીઓ તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે અને મોટા ભાગના દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) કેસમાં તપાસનો ધમધમાટ શરૂ
ઘટનાની જાણ થતાં જ દેત્રોજ તાલુકા આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ ગઈ છે. આરોગ્ય અધિકારીઓ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગની ટીમ રાજપુરા ગામે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.પીરસવામાં આવેલી સેવ-ખમણીના નમૂના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ ગામના પાણીના નમૂના અને અન્ય વપરાયેલા ખાદ્ય પદાર્થોની પણ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદના ધોળકાના કૌકા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના
આ પણ વાંચો:નવસારીના જલાલપુરમાં 100થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા
આ પણ વાંચો:અમદાવાદ જમાલપુરમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગ: 35થી વધુ લોકો બીમાર

