Not Set/ વિધાનસભાના કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી નક્કી , જીતુ વાઘાણીએ આપ્યું મહત્વનું નિવેદન

વડોદરા, વડોદરા શહેરની રાવપુરા સીટ પરથી બીજેપીના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત વિધાનસભાના કાયમી અધ્યક્ષ બની શકે છે. ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી શનિવારે વિધાનસભાના અધ્યક્ષપદ માટે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા જીતુ વાઘાણીએ વિધાનસભાના અધ્યક્ષ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. જીતુ વાઘાણીએ વિધાનસભાના અધ્યક્ષપદના નામ અંગે જણાવ્યું હતું કે, “વિધાનસભામાં […]

Top Stories

વડોદરા,

વડોદરા શહેરની રાવપુરા સીટ પરથી બીજેપીના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત વિધાનસભાના કાયમી અધ્યક્ષ બની શકે છે. ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી શનિવારે વિધાનસભાના અધ્યક્ષપદ માટે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા જીતુ વાઘાણીએ વિધાનસભાના અધ્યક્ષ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.

જીતુ વાઘાણીએ વિધાનસભાના અધ્યક્ષપદના નામ અંગે જણાવ્યું હતું કે, “વિધાનસભામાં વિપક્ષી પાર્ટીઓના ધારાસભ્યોની સંખ્યા વધારે છે. તેમજ ઘણા સભ્યો વિરોધ પણ કરી શકે છે ત્યારે જરૂરી બન્યું છે, કે સત્તાધારી પક્ષ દ્વારા એક એવા અધ્યક્ષની નિમણુક કરવામાં આવે કે તેઓ વિપક્ષના ઉમેદવારોને કંટ્રોલમાં રાખી શકે. પાર્ટીના ઘણા વરિષ્ટ નેતાઓ આ ચુંટણીમાં જીતી શક્યા ન હતા. ત્યારે પાર્ટીને જરૂર છે કે તેઓ એસેમ્બલી અને બંધારણના નિયમોથી સારી રીતે અવગત હોય. જેથી આ પદ માટે રાજેન્દ્ર ત્રિવેદી સૌથી સક્ષમ નેતા છે”.

રાજેન્દ્ર ત્રિવેદી એક વકીલ છે, તેમજ વડોદરા શહેરની રાવપુરા સીટ પરથી બીજેપીના ધારાસભ્ય છે.  આ પહેલા તેઓ રુપાણી સરકારમાં રાજયકક્ષાના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતો મંત્રી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. બીજી બાજુ માનવામાં આવી રહ્યું છે કે, વડોદરા શહેર-જીલ્લાની કુલ ૮ વિધાનસભા બેઠકો પર બીજેપીના ઉમેદવારોએ જીત મેળવી હતી પરંતુ સીએમ રુપાણી મંત્રીમંડળમાં વડોદરાના એક પણ ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું ન હતું. ત્યારથી જ વડોદરાના MLA સાથે ભેદભાવ થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.