Not Set/ જીતુ વાઘાણીની ખોડલધામ નરેશ પટેલ સાથેની મુલાકાત બાદ બીજેપીએ કર્યો આ દાવો, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હાલ ગણતરીના કલાકો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદાતાઓને પોતાની તરફેણમાં વોટીંગ કરવા માટે ઉલ્લેખ કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના આગેવાનોએ ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ભાજપે દાવો કર્યો કે, “લેઉઆ પટેલ નેતા […]

Top Stories
8ac5 whatsapp image 2017 12 07 at 1 120717015948 જીતુ વાઘાણીની ખોડલધામ નરેશ પટેલ સાથેની મુલાકાત બાદ બીજેપીએ કર્યો આ દાવો, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હાલ ગણતરીના કલાકો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદાતાઓને પોતાની તરફેણમાં વોટીંગ કરવા માટે ઉલ્લેખ કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના આગેવાનોએ ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત બાદ ભાજપે દાવો કર્યો કે, “લેઉઆ પટેલ નેતા નરેશ પટેલ પોતાના પટેલ સમુદાયના લોકોને બીજેપીની તરફેણમાં વોટ કરવા માટે અપીલ કરશે”.

bjp india 1512635246 618x347 જીતુ વાઘાણીની ખોડલધામ નરેશ પટેલ સાથેની મુલાકાત બાદ બીજેપીએ કર્યો આ દાવો, જુઓ

મહત્વનું છે કે, આ પહેલા પાસ નેતા હાર્દિક પટેલે પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી, અને ત્યારબાદ અલગ અલગ આશંકાઓ ઉભી થઇ હતી, પરંતુ આ અંગે હાર્દિક પટેલે માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.

નોધનિય છે કે, નરેશ પટેલ એક લેઉવા પટેલ નેતાઓ છે, અને તેમની પાટીદાર સમુદાયમાં ખૂબ પહોંચ છે. ગુજરાતમાં પાટીદાર મતદારોમાં લગભગ 60 ટકા લેઉવા પટેલ અને 40 ટકા કડવા પટેલ છે.