સિંગર અનૂપ જલોટા અને બિગ બોસની સ્પર્ધક જસલીન મથારુનાં લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નવી તસવીરોમાં જસલીન અને અનૂપ ગ્લેમરસ પોશાકોમાં જોવા મળી રહ્યા છે. બંનેએ તેમની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી એકબીજા સાથે પોઝ આપ્યા હતા. અનૂપ જલોટાએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી જસલીન સાથે શેર કરી છે. આ તસવીરો જોઇને ચાહકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રેપર સ્ટાઇલમાં પોઝ આપતી વખતે, અનૂપ જલોટાએ ફોટો સાથે કેપ્શન લખ્યું- ‘મારી આગામી ફિલ્મ વો મેરી સ્ટુડન્ટ હૈ’નું શૂટિંગ રેપ સોન્ગ સાથે સમાપ્ત થયુ છે. હવે મારી સાથે ડાંસ કરવા માટે તૈયાર થઇ જાઓ. જલ્દી જ રિલીઝ થઇ રહી છે.’
અનૂપની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક પ્રશંસકે લખ્યું – ઓએમજી, ભજન સમ્રાટથી એક શાસ્ત્રીય રૈપ સમ્રાટનો સફર, યો બ્રો, કૂલ. વળી અન્ય પ્રશંસકે લખ્યું – મને તમારા પોશાક પસંદ આવ્યા, શું નવો અંદાજ છે? એક યૂઝરે લખ્યું – સર, તમારી પાસેથી તો ક્લાસીસ લેવા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ