Ahmedabad/ બાહોશ મહિલા..!! રાત્રીના સમયે પણ કોરોના ડેડબોડીને પહોચાડે છે તેની મંજિલ સુધી

રાત્રીના સમયે પણ કોરોના દેદ્બોડીને પહોચાડે છે તેની મંજિલ સુધી કોરોનાની ડેડબોડી એટેન્ડ કરી નિયત સ્થળ પર પહોંચાડી કામગીરી કરી રહી છે.

Ahmedabad Top Stories Gujarat
kapas 17 બાહોશ મહિલા..!! રાત્રીના સમયે પણ કોરોના ડેડબોડીને પહોચાડે છે તેની મંજિલ સુધી

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

આજકાલ તમામ કામમાં મહિલા પુરુષ સમોવડી બનીને ઉભરી રહી છે.  જે કામ ઘણા પુરુષો નથી કરતા એ શહેરની એક બાહોશ મહિલા કરી રહી છે.  કોરોનાના નામથી લોકો ગભરાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરની આ મહિલા નીડર બની છે.  કોરોનાની ડેડબોડી એટેન્ડ કરી નિયત સ્થળ પર પહોંચાડી કામગીરી કરી રહી છે.

  • કોઈ પણ કામ નાનું નથી
  • અમદાવાદની મહિલાએ પંક્તિ સાર્થક કરી
  • અમદાવાદના ગીતાબેન 15 વર્ષથી ચલાવી રહ્યાં છે એમ્બુલન્સ
  • ડેડબોડી અટેન્ડ કરીને પહોંચાડે છે નિયત સ્થળ પર
  • કોરોનાના કાળમાં પણ એમ્બુલન્સ ચલાવી રહ્યાં છે
  • રાત્રે પણ ડેડબોડીને સ્મશાન પહોંચાડે છે
  • 5 હજારથી વધુ લોકોની સેવા કરી છે

કોઈ પણ કામ નાનું નથી હોતું તે પંક્તિને સાર્થક કરતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતા ગીતાબેન પુરોહિત પોતાના રોજગાર અને ધર્મ માની કામ કરી રહી છે. ગીતા બેન છેલ્લા 15 વર્ષથી એમ્બુલન્સ ચલાવી રહ્યા છે અને કોરોનામાં અનેક ડેડબોડી ને સ્મશાન સુધી પણ પહોંચાડી છે. રાજ્યમાં ઉત્તરથી લઈને દક્ષિણ  પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યા તેમની એમ્બુલન્સ લઈને દોડે છે. રાત્રે પણ તેમનો ફોન રણકતો રહે છે. ગીતાબેન રાત્રે પણ તેમની એબ્યુલન્સ લઈને દોડે છે અને ડેડ બોડી તેમજ દર્દીઓ ને નિયત સ્થળે પહોંચાડે છે. અત્યાર સુધી તેમને  5 હજારથી વધુ લોકોની સેવા કરી છે.

15 વર્ષ પહેલા ગીતા બેનને કેન્સર થયું હતું. અને આ કેન્સરની બીમારીના કારણે તેમને અનેક વેદના અને તકલીફો સહન કરી હતી . તે તકલીફ કોઈ બીજાને ના પડે તે માટે તેમને એબ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં  ગીતાબેન દર્દીઓને  લઈ જતાં હતા અને ત્યાર બાદ તેમને ડેડ બોડી એટેન્ડ કરવાનું શરૂ કર્યું. તેમને કોઈ જાતનો ડર નથી. પહેલા પરિવારે એ તેમના આ કામનો વિરોધ કર્યો હતો.  અને તેમને આ કામ ના કરવા સલાહ આપી હતી. પણ ગીતા બેને આ કાર્યને સેવાનું કામ  માનીને આગળ વધ્યા હતા.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો