ODI World Cup 2023/ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ જંગ, કેવી છે પુણેની પીચ?

ICC વર્લ્ડ કપ 2023ની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 ઓક્ટોબરે પુણેમાં રમાશે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં સતત ત્રણ મેચ જીતી છે.

Top Stories Sports
YouTube Thumbnail 2023 10 19T095745.977 આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ જંગ, કેવી છે પુણેની પીચ?

ICC વર્લ્ડ કપ 2023ની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 ઓક્ટોબરે પુણેમાં રમાશે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં સતત ત્રણ મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશ 3માંથી માત્ર 1 મેચ જીતી શકી છે. ભારતની નજર આ મેચમાં બાંગ્લાદેશને હરાવીને ચોથી જીત નોંધાવવા પર હશે.

ભારતની નજર આ મેચમાં બાંગ્લાદેશને હરાવીને ચોથી જીત નોંધાવવા પર હશે. ભારતીય ટીમ અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવી મોટી ટીમોને હરાવી છે, જ્યારે બાંગ્લાદેશે તેની શરૂઆતની મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. આ પછી ટીમને ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ 6 પોઈન્ટ સાથે ટોપ પર છે જ્યારે બાંગ્લાદેશની ટીમ 2 પોઈન્ટ સાથે 7મા સ્થાને છે.

કેવી છે પુણેની પિચ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનની પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ ગણાય છે. પુણેના મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થાય છે અને ઘણા રન બને છે. જો કે, પિચ સ્પિન બોલરોને કેટલીક મદદ પણ પૂરી પાડે છે, જેનો લાભ ભારત અને બાંગ્લાદેશના સ્પિન બોલરો ઉઠાવી શકશે.

બાંગ્લાદેશે 2007માં ભારતને વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું હતું

ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા દોઢ દાયકાથી ટક્કર ચાલી રહી છે. વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે પ્રથમ નોંધપાત્ર મુકાબલો 2007માં થયો હતો, જ્યારે બંને ટીમો વેસ્ટ ઈન્ડિઝમાં ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં ટકરાયા હતા. જેમાં બાંગ્લાદેશે ભારતને 5 વિકેટે હરાવ્યું અને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું.


whatsapp ad White Font big size 2 4 આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ જંગ, કેવી છે પુણેની પીચ?


આ પણ વાંચો: Ahmedabad/ IT વિભાગની કાર્યવાહી, ગુજરાતમાંથી 500 બેનામી પ્રોપર્ટી શોધી કાઢી

આ પણ વાંચો: America/ ઈઝરાયલ સામે જંગમાં હમાસનો સાથ આપી રહેલા ઈરાનને અમેરિકાએ આપ્યો ઝટકો!

આ પણ વાંચો: Wipro Results/ Wiproની પાંચ કંપનીઓનું થશે મર્જર, કેટલો વધશે કંપનીનો નેટ પ્રોફિટ?