girl murdered in Rajkot/ રાજકોટમાં સાવકા પિતાએ જ અઢી વર્ષની માસુમ દિકરીની કરી હત્યા,પોલીસ સામે કરી કબુલાત

રાજકોટમાં અઢી વર્ષની બાળકીની હત્યા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે, આ કેસમાં સાવકા પિતાએ જ પોતાની અઢી વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat
girl murdered in Rajkot
  • રાજકોટમાં  અઢી વર્ષની બાળકીની હત્યાનો મામલો
  • સાવકો પિતા જ નીકળ્યો હત્યારો
  • ગળું દબાવી દીવાલ સાથે માથું અથડાવી કરી હત્યા
  • હત્યા બાદ અકસ્માતનું કર્યું બહાનું
  • પત્નીની ગેરહાજરીમાં આપ્યો હત્યાને અંજામ
  • હત્યા બાદ લાશને ફેંકી ઝાડીમાં
  • ગાંધીનગર-મહેસાણા રોડ પરથી આરોપી પકડાયો
  • લગ્નજીવનમાં નડતરરૂપ થતા કરી હત્યા

girl murdered in Rajkot :   રાજકોટમાં અઢી વર્ષની બાળકીની હત્યા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે, આ કેસમાં સાવકા પિતાએ જ પોતાની અઢી વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં સાવકા પિતાએ અઢી વર્ષની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી,જયારે તેની પત્ની ઘરે ન હતી ત્યારે પિતાએ પુત્રીની હત્યા કરી હોવાનનું સામે આવ્યું છે. હત્યા બાદ અકસ્માત ACCIDENT થયા હોવાનું રટણ કરી રહ્યો હતો પરતું પોલીસની સઘન તપાસ અને ઉલટ પુછપરછમાં ભાગી ગયો હતો અને ગુન્હાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીને ગાંધીનગર-મહેસાણા રોડ પરથી પોલીસે પકડયો હતો. હત્યા પાછળ કારણ લગ્નજીવનમાં નડતરરૂપ હોવાથી હત્યા કરી નાંખી હતી.

ઉલ્લેખનીય છે કે( girl murdered in Rajkot ) આરોપીએ અઢી વર્ષની અનન્યાનું ભરણપોષણ કેવી રીતે કરીશું તે બાબત સતત વિચારતો હતો. આરોપીને સતત એવું લાગતું રહ્યું હતું કે, માસુમ અનન્યા તેના લગ્ન જીવનમાં નડતરરૂપ  થાય છે. ત્યારે માસુમનું કાયમી માટે નિરાકરણ લાવવા માટે  આરોપીએ પ્લાન બનાવ્યો હતો. જે અંતર્ગત તેણે સૌપ્રથમ અનન્યાને વાવરું જગ્યાએ લઈ જઈ તેને મોઢા પર મારી મોઢાના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ દીવાલ સાથે માથા ભટકાડી માથાના ભાગે પણ ઈજા પહોંચાડી હતી. તો સાથે જ મોઢા પર તેમજ નાક પર પોતાનો હાથ દબાવી જ્યાં સુધી માસુમ બાળકી અનન્યાનો શ્વાસ રૂંધાઇ ન જાય ત્યાં સુધી હાથ ન હટાવી તેનું મોત નીપજાવ્યું હતું. હત્યા કરી બાળકીની લાશને ગોંડલ રોડ પર આવેલ શિવ હોટલ પાસે વિમલ ટાયર ના પટ તરીકે ઓળખાતા ખુલ્લા મેદાનમાં બાવળની ઝાડી વચ્ચે નાખી દીધેલ હતી.

relief from the cold/રાજયમાં ઠંડીથી લોકોને આશિંક રાહત, આગામી દિવસો માટે હવામાન વિભાગે આપી આ આગાહી