Wipro Results/ Wiproની પાંચ કંપનીઓનું થશે મર્જર, કેટલો વધશે કંપનીનો નેટ પ્રોફિટ?

કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. વિપ્રોએ 5 કંપનીઓના મર્જરની પણ જાહેરાત કરી છે.

Top Stories Business
YouTube Thumbnail 2023 10 19T080101.020 Wiproની પાંચ કંપનીઓનું થશે મર્જર, કેટલો વધશે કંપનીનો નેટ પ્રોફિટ?

દેશની દિગ્ગજ IT કંપની વિપ્રોએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 2,667.3 કરોડ રહ્યો છે. કંપનીએ આ અંગે માહિતી આપી છે. આ સિવાય વિપ્રોએ 5 કંપનીઓના મર્જરની પણ જાહેરાત કરી છે. આજે કંપનીના શેરમાં (Wipro Share Price)એક્શન જોવા મળશે.

ગ્લોબલ આઉટલુકની અસર

કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું છે કે નબળા ગ્લોબલ ઈકોનોમિક આઉટલુકના કારણે તેણે વર્તમાન ત્રિમાસિક ગાળામાં આવકમાં 3.5 ટકાના ઘટાડાનો અંદાજ લગાવ્યો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો 2,649.1 કરોડ રહ્યો હતો.

ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે Wiproના IT સર્વિસિસ ગ્રોથનો અંદાજ 3.5-1.5 ટકા ઓછો છે, જે સતત ચલણની દ્રષ્ટિએ આશરે 21,642.59-22,097.44 કરોડ છે.

ઓપરેટિંગ રેવેન્યૂમાં ઘટાડો

Wiproએ જણાવ્યું હતું કે જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં તેની સંકલિત ઓપરેટિંગ રેવેન્યૂ ઘટીને 22,515.9 કરોડ થઈ હતી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તેની ઓપરેટિંગ આવક 22,539.7 કરોડ હતી.

Wipro કંપનીએ તેની 5 પેટાકંપનીઓના મર્જરની જાહેરાત કરી

•વિપ્રો એચઆર સર્વિસીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ
•વિપ્રો ઓવરસીઝ આઈટી સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ
•વિપ્રો ટ્રેડમાર્ક હોલ્ડિંગ લિમિટેડ
•વિપ્રો VLSI ડિઝાઇન સર્વિસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
•વિપ્રો ટેકનોલોજી પ્રોડક્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ

કંપનીના CEOએ માહિતી આપી

Wiproના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) થિએરી ડેલપોર્ટે કહ્યું છે કે બિઝનેસનું વાતાવરણ અનિશ્ચિત છે અને ફુગાવો અને વ્યાજ દર ઊંચા છે. ગ્રાહકો તેમના રોકાણ પર વધુ સખ્ત નજર રાખે છે. તેઓ કાર્યક્ષમતા, વર્તમાન રોકાણોનો મહત્તમ ઉપયોગ અને નવા રોકાણો પર ઝડપી વળતર પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે.

તેમણે કહ્યું કે વિવેકાધીન ખર્ચમાં ઘટાડો એ આજની વાસ્તવિકતા છે અને તેના કારણે ઓર્ડર બુકને આવકમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા ધીમી પડી છે.

સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં વિપ્રોની IT સેવાઓની આવક ઘટીને 22,395.8 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 22,520.5 કરોડ હતી. જોકે, અન્ય ક્ષેત્રોમાં કંપનીના બિઝનેસમાં નજીવી વૃદ્ધિ જોવા મળી હતી. બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ, મેન્યુફેક્ચરિંગ અને કન્ઝ્યુમર સેગમેન્ટ્સ, વિપ્રોના બિઝનેસમાં ટોચનું યોગદાન આપનારાઓમાં ઘટાડો થયો છે.


whatsapp ad White Font big size 2 4 Wiproની પાંચ કંપનીઓનું થશે મર્જર, કેટલો વધશે કંપનીનો નેટ પ્રોફિટ?


આ પણ વાંચો: Navratri/ નવરાત્રીમાં સમય કાઢીને આ નાનું કામ કરો, ચારેય બાજુથી ધન-દોલતની થશે વર્ષા

આ પણ વાંચો: નવરાત્રી 2023/ પાંચમો દિવસે કરો “માઁ સ્કંદમાતા”ની પૂજા, મળશે સંતાન પ્રાપ્તીનું સુખ

આ પણ વાંચો: UNSC/ ઇઝરાયેલ-હમાસના હુમલા અને નાગરિકો સામેની હિંસાને વખોડતો બ્રાઝિલનો પ્રસ્તાવ UNમાં ખારિજ