Consumer Affairs and Protection/ કન્ઝ્યુમર્સ અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત દ્વારા સામાન્ય સભા યોજાઇ,ગ્રાહકો છેતરાય નહીં માટે જાગૃતિ ફેલાવવામાં આવશે

અગ્રસચિવ આર.સી.મીણાએ આજના આધુનિક યુગમાં ગ્રાહકો છેતરાય નહિ તે અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે મંડળોને પ્રોત્સાહિત કર્યા હતા

Top Stories Gujarat
1 14 કન્ઝ્યુમર્સ અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત દ્વારા સામાન્ય સભા યોજાઇ,ગ્રાહકો છેતરાય નહીં માટે જાગૃતિ ફેલાવવામાં આવશે

અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના અગ્રસચિવ  આર.સી.મીણાની અધ્યક્ષતામાં આજે તા.૧૪મી જુલાઇ ૨૦૨૩ના રોજ ગાંધીનગર ખાતે કન્ઝ્યુમર્સ અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત(કાપાગ)ની સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૪૦ જેટલા વિવિધ ગ્રાહક સુરક્ષા મંડળોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને આધુનિક યુગમાં ગ્રાહકો છેતરાય નહિ તે અંગે વધુ જાગૃતિ ફેલાવવા મંડળોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ગ્રાહક સુરક્ષાની કચેરીની યાદીમાં જણાવાયુ છે કે, આ સામાન્ય સભામાં મંડળની કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. અગ્રસચિવ આર.સી.મીણાએ આજના આધુનિક યુગમાં ગ્રાહકો છેતરાય નહિ તે અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે મંડળોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત અગ્રસચિવશ્રીએ ઇ-કોમર્સ જેવા વિષયો અંગે ગ્રાહક જાગૃતિના વિવિધ સેમિનાર યોજવા સુચન કર્યુ હતું. મંડળો દ્વારા પ્રી-લીટીગેશનથી વધુમાં વધુ ફરિયાદોનું નિરાકરણ થાય, તેમજ જો જરૂર જણાય તો ગ્રાહકોને e-daakhil માં ફરિયાદ દાખલ કરવા મદદરૂપ થવા મંડળોને સૂચન કર્યુ હતું. આગામી ત્રણ મહિના માટે વિશેષ અભિયાન સાથે એક્શન પ્લાન બનાવી ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે તેમજ વધુમાં વધુ ગ્રાહકોને આવરી લઇ તેમને પોતાના હક્કો અને અધિકારો પ્રત્યે જાગૃતતા ફેલાવવા કાર્યયોજના તૈયાર કરવામાં આવી હોવાનું યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે.