Not Set/ વ્યાજાતંક/ અમદાવાદમાં વ્યાજખોરોનાં ત્રાસથી 24 વર્ષનાં યુવકે કર્યો આપઘાત

અમદાવાદમાં ફરી વ્યાજખોરોનાં આતંકથી  24 વર્ષના યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન ખાતે રવિ વણઝારા નામના 24 વર્ષના યુવકે વ્યાજખોરોનાં આતંકથી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાની ઘટના નોંધવામાં આવી છે. ઘટનામાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો રવિ વણઝારાને પરેશાન કરતા હતા એટલું જ નહીં, તેની ગાડી […]

Ahmedabad Gujarat
vyaj money વ્યાજાતંક/ અમદાવાદમાં વ્યાજખોરોનાં ત્રાસથી 24 વર્ષનાં યુવકે કર્યો આપઘાત

અમદાવાદમાં ફરી વ્યાજખોરોનાં આતંકથી  24 વર્ષના યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન ખાતે રવિ વણઝારા નામના 24 વર્ષના યુવકે વ્યાજખોરોનાં આતંકથી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાની ઘટના નોંધવામાં આવી છે.

ઘટનામાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો રવિ વણઝારાને પરેશાન કરતા હતા એટલું જ નહીં, તેની ગાડી પણ વ્યાજખોર લઈ ગયા હતા. સાથે જ સતત માનસિક પ્રેશર કરવાના કારણે રવિ વણઝારાએ નિરમા યુનિવર્સિટી પાસે ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કર્યું છે.

આપઘાત સમયે મૃતક રવિ વણઝારાએ સુસાઇડ નોટ લખી હતી જે પોલીસ સમક્ષ તેમના પરિવારજનોએ રજૂ કરી છે. સુસાઇડ નોટમાં રવિ વણઝારાએ વ્યાજખોરો દ્વારા કરવામાં આવતા આતંક અને તેમના નામનો ઉલ્લેખ કર્યો છે. જેથી સોલા પોલીસ સ્ટેશને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરનાર યુવકના કેસમાં કસૂરવારોને પકડવા કવાયત હાથ ધરી છે. ત્યારે ફરી ગુજરાતમાં વ્યાજાતંકથી વધુ એક યુવને જીવ ખોયો હોય, તંત્ર દ્વારા વ્યાજખોરો સામે શું પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.