Not Set/ અકસ્માત/ લીંબડીમાં લક્ષ્મીશર – જાંબુ રોડ પર બે બાઇક વચ્ચે ટક્કરમાં 1નું મોત, બે ઘાયલ

અકસ્માતો અને તે પણ ગમખ્વાર અકસ્માતો, હવે તો ગુજરાતમાં રોડ પર ઘટતી સાવ સામાન્ય ઘટના જેટલા પ્રમાણમાં બની રહ્યા છે. રોજ રોજ, રાજ્યનો કોઇને કોઇ રસ્તો રંક્ત રંજીત જોવામાં આવે છે. અકસ્માતમાં પણ એકલ દોકલ નહીં, પરંતુ એકથી વધુનાં મોત નિપજવાનાં કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ફરી સુરેન્દ્રનગર જીલ્લાનાં રોડ પર લોહી રેડાયું હોવાનું સામે […]

Gujarat Others
31kihun02 accki01bikeaccident.jp અકસ્માત/ લીંબડીમાં લક્ષ્મીશર - જાંબુ રોડ પર બે બાઇક વચ્ચે ટક્કરમાં 1નું મોત, બે ઘાયલ

અકસ્માતો અને તે પણ ગમખ્વાર અકસ્માતો, હવે તો ગુજરાતમાં રોડ પર ઘટતી સાવ સામાન્ય ઘટના જેટલા પ્રમાણમાં બની રહ્યા છે. રોજ રોજ, રાજ્યનો કોઇને કોઇ રસ્તો રંક્ત રંજીત જોવામાં આવે છે. અકસ્માતમાં પણ એકલ દોકલ નહીં, પરંતુ એકથી વધુનાં મોત નિપજવાનાં કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ફરી સુરેન્દ્રનગર જીલ્લાનાં રોડ પર લોહી રેડાયું હોવાનું સામે આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં લક્ષ્મીશર – જાંબુ રોડ ઉપર ફરી જીવલેણ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ બે બાઈક સામસામે અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંઘી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : શિક્ષીકા પર ટ્રકે ફરી વળતા ઘટના સ્થળે મોત, કલાકો સુધી મૃતદેહ પડી રહ્યો રોડ પર

આપને જણાવી દઇએ કે ગઇકાલે પણ રાજ્યમાં એક કરતા વધારે અકસ્માતની ઘટના નોંધવામાં આવી હતી. ગાંધીનગરના છેવાડાના વિસ્તાર વાવોલમાં આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહેતાં 32 વર્ષીય મહિલા શિક્ષીકા કે જે, ગાંધીનગરમાં આવેલી કડી સ્કૂલમાં ઈગ્લિશ ટીચર હતા, તે સવારે ટુવ્હિલર લઈને શાળાએ જવા નીકળ્યાં તે દરમિયાન ગોકુળપુરાના એક્સાઈઝ રોડ પર તેમની એક્ટીવા સ્લીપ થઈ જતાં પૂર ઝડપે આવતી ટ્રક અચાનક મહિલા પરથી પસાર થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટનાના કલાકો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી તથા મૃતદેહ પણ હટાવવામાં આવ્યો નહોતો. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત, બે બસના ડ્રાયવરો ઈજાગ્રસ્ત

તો બીજી ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બન્ને બસોમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ટ્રક ચાલકે અને ટ્રાવેલ્સની બસો સાથે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. બન્ને ખાનગી બસોના ડ્રાઇવરો થયા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને લઈને હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે પહોચી હતી. તેમજ  પોલીસે ટ્રાફિક હટાવાની કામગીરી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.