Covid-19/ આરોગ્ય અને શિક્ષણ વિભાગ વચ્ચે વિરોધાભાસ, ૧૧ વિધાર્થીઓ કોરોના સંક્રમિત છતાંય શાળાઓ ચાલુ ……

આરોગ્ય અને શિક્ષણ વિભાગ વચ્ચે વિરોધાભાસ, અહીં શાળાના ૧૧ બાળકો થયા કોરોના સંક્રમિત

Gujarat Others Trending
rudrabhishek 17 આરોગ્ય અને શિક્ષણ વિભાગ વચ્ચે વિરોધાભાસ, ૧૧ વિધાર્થીઓ કોરોના સંક્રમિત છતાંય શાળાઓ ચાલુ ......
  • આરોગ્ય વિભાગ દ્વારા એક અઠવાડિયા માટે શાળા બંધ રાખવાની લેખિત સૂચના આપવામાં આવી હતી.
  • બાળકોના જીવના જોખમે શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે આરોગ્ય અને શિક્ષણ વિભાગ વચ્ચે વિરોધાભાસી સ્પષ્ટ જોવા મળ્યો. ડીસા તાલુકાની રામસણ ઉત્તર બુનિયાદી શાળામાં કોરોના પોઝિટિવ 11 વિધાર્થીઓ આવ્યા. જે બાદ આરોગ્ય વિભાગની સુચના હોવા છતાં આજે શિક્ષણકાર્ય ચાલુ રહ્યું. ત્યારે સવાલ એ છે કે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધશે તો જવાબદાર કોણ રહે છે..?

ગુજરાત સરકારી શિક્ષણ કાર્ય ચાલુ કરતાં જ શાળાઓમાં શિક્ષકો અને બાળકો કોરોના પોઝિટિવ થવાની ઘટનાઓ માં નોંધપાત્ર વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે આવેલી વિવેક ઉત્તર બુનિયાદી વિદ્યાલય ના 11 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો હતો. શાળાના ચાર શિક્ષકોને અને 7 બાળકોને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે આ શાળા બંધ રાખવા માટે પત્ર લખ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા એક અઠવાડિયા માટે શાળા બંધ રાખવાની લેખિત સૂચના આપવામાં આવી હતી.

કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા શાળા બંધ રાખવા માટે સૂચના આપી હોવા છતાં આરોગ્ય વિભાગની સુચના ને શાળા સત્તાધીશો ઘોળીને પી ગયા હતા. આજે બાળકોના જીવના જોખમે શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ હતું. જે મામલે શાળાના આચાર્યને કહેવું છે કે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ છે.

છેલ્લા 10 માસથી જ્યારે શાળા બંધ હતી તેમ છતાં બાળકોનું શિક્ષણ પડ્યું ન હતું. અને હવે જે શાળામાં 11 કોરોના સંક્રમિત પોઝિટિવ આવ્યા હોવા છતાં બાળકોના જીવના જોખમે શિક્ષણકાર્ય ચાલુ રાખવું કેટલું યોગ્ય છે. ત્યારે સવાલ એ છે કે બાળકોને જીવમાં જોખમમાં મૂકનાર શાળા સંચાલકો તેમજ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ..?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ