Not Set/ અંકલેશ્વરના ચોટા બજાર વિસ્તારમાં 3 માળના મકાનનો ભાગ ધરાશાયી, 1નું મોત

મંતવ્ય ન્યૂઝ, અંકલેશ્વર ચોટા બજાર ખાતે એક જર્જરિત મકાન નો આર સી સી નો સલેબ  તૂટી પડતા પાંચ વ્યક્તિને ગંભીર ઇજા તેમજ એક મહિલાનું મોત નીપજવા પામ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલ હનુમાનજી ડેરી પાસેના મગનભાઈ છગનભાઈ રાણા ના મકાનનો સ્લેબ તૂટી પડવા પામ્યો હતો. આ સ્લેબ તૂટી પડવાની ઘટનામાં વાલીયા તાલુકાના […]

Gujarat Surat Others
Collapsed અંકલેશ્વરના ચોટા બજાર વિસ્તારમાં 3 માળના મકાનનો ભાગ ધરાશાયી, 1નું મોત

મંતવ્ય ન્યૂઝ,

અંકલેશ્વર ચોટા બજાર ખાતે એક જર્જરિત મકાન નો આર સી સી નો સલેબ  તૂટી પડતા પાંચ વ્યક્તિને ગંભીર ઇજા તેમજ એક મહિલાનું મોત નીપજવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલ હનુમાનજી ડેરી પાસેના મગનભાઈ છગનભાઈ રાણા ના મકાનનો સ્લેબ તૂટી પડવા પામ્યો હતો. આ સ્લેબ તૂટી પડવાની ઘટનામાં વાલીયા તાલુકાના પરમાર પરિવાર ની પોતાના પુત્ર ની સગાઈ હોય જે માટે ખરીદી કરવા માટે તમામ પરિવાર જોડે આવ્યા હતા. આ ઘટનામાં માતા લક્ષ્મીબેન હરજીભાઈ પરમાર નું ગંભીર ઈજાના કારણે આ સ્લેબ તૂટી પડવાના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. ખરીદી માટે આવેલા અન્ય પરિવારના સભ્યો ઉર્વશી બેન જીતેન્દ્ર ભાઈ પરમારને પગમાં ઇજા થઇ હતી તેમજ પુત્ર અનિલ જીતેન્દ્ર પરમાર, પૂત્રી વિહા જીતેન્દ્ર પરમારને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી.

જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકાના જયાબેન ઠાકોરભાઈ પટેલ રહે કડોદરા તેમજ વનીતાબેન સંકેત ભાઈ પટેલ રહે રોહિત ના ઓ ને પણ માથાના ભાગે ઇજાઓ પહોંચવા પામી હતી. આ ઘટનામાં એક મહિલા નું મોતી નીપજ્યુંવા પામ્યું હતું જ્યારે પાંચ જેટલા લોકોએ ઘાયલ થવા પામ્યા હતા. અંકલેશ્વર ચૌટા બજાર ગીચ હોવાના કારણે કોઈપણ પ્રકારની એમ્બુલન્સ કે ફાયર બ્રિગેડ ચોંટ્ટા બજારમાં પહોંચી શકે તેમ નથી. આ કારણે સારવાર માટે ખૂબ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.

આ તમામ ઘાયલોને બહાર કાઢવા માટે લોકોએ મદદ કરી હતી અને તેઓને મોટરસાયકલ ઉપર બહાર લઈ જવાયા હતા. ત્યારબાદ 108 મારફત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામ ની સારવાર હાલમાં ચાલુ છે. આ ઘટનાથી અંકલેશ્વર નગરપાલિકા એ એક બોધપાઠ લેવા જેવો છે કે એજન્ટ દ્વારા મકાનોને નોટિસો આપ્યા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી ત્યારે આ ઘટના ની જવાબદારી કોણ લેશે કે એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.