Weather Update/ ગુજરાતમાં હવે ચોમસું ધીરે ધીરે જામી રહ્યું છે, ઉતર ગુજરાત સહીત અનેક જગ્યાએ વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. તેવામાં અમદાવાદ,ભાવનગર, દેવભૂમિદ્વારકા, જૂનાગઢ, મહેસાણા, પાટણ અને પોરબંદર જિલ્લામાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Top Stories Gujarat
gujarat Rain

હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હાલ અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. ભાવનગર, દેવભૂમિદ્વારકા, જૂનાગઢ, મહેસાણા, પાટણ અને પોરબંદર જિલ્લામાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. ગઈકાલે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, આજે વહેલી સવારથી અનેક જગ્યાએ છુટાછવાયા ઝાપટા પડ્યા છે. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સેટેલાઇટ, SG હાઇવે, વેજલપુરમાં ખુબ જ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ વાસણા, પાલડી, જીવરાજ પાર્ક વિસ્તારમાં વરસાદ વરસ્યો અને  વાસણા અને તેની આસપાસના વિસ્તાર, આનંદનગર વિસ્તાર, શ્યામલ, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ  જોવા મળ્યો છે.

મહેસાણામાં પણ વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં છે, ઠેર ઠેર લોકોને આવવાજવામાં પણ સમસ્યાનો સામનો કરવી પડી રહ્યો છે. કેમ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઇ ગયા છે.

આ સાથે જ ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત બીજા દિવસે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.શહેરના મુખ્ય માર્ગો પણ ખુબ જ પાણી ભરાઈ ગયા છે. તાલુકા ભરમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે.

પાટણ શહેર અને જિલ્લામાં વરસાદની ધુઆધાર બેંટીગ જોવા મળી રહી છે. વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. પાટણના આસપાસના ગામડામાં પણ વરસાદ વરસી રહ્યો છે. પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, રાધનપુરમાં વરસાદ શરૂ છે. આ સાથે સરસ્વતી તાલુકામાં 4 ઇંચ વરસાદ નોધાયો છે. પાટણમાં 1 ઇંચ, રાધનપુરમાં 1ઇંચ વરસાદ ખાબક્યો છે.

બનાસકાંઠા જિલ્લાના કાકરેજ સહિત કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો…કાકરેજ સહિત આસપાસના વિસ્તારમાં દોઢ ઈચ જેટલો વરસાદ નોંધાયો હતો..કાંકરેજ તાલુકાના કારીયા થરા, ટોટાણા, ઉણ, શિહોરી સહિત સમગ્ર પંથકમાં વરસાદ ખાબક્યો હતો…ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી..તો બીજી તરફ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર લીંબડી શહેરમાં  અને ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ શરુ ત્યાના અનેક ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ગડથલ, ભગવાનપર, રાણાગઢ ફુલવાડી, રોજાસર, નાની કઠેચી, મોટી કઠેચી અનેક  ગામોમાં વરસાદ વરસ્યો છે. રાજયના 157 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના ભેસાણમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે. તથા ભેસાણમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ નોધાયો છે. ચોમાસાની મોસમમાં આજની સ્થિતિએ સરેરાશ 12.60 ઇંચ વરસાદ નોધવામાં આવ્યો

આ પણ વાંચો:MISHTI/મરીન નેશનલ પાર્કમાં 3500 એકરમાં મેન્ગ્રૂવ્સ જંગલના સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો રાજ્ય સરકાર સાથે કરાર

આ પણ વાંચો:U20 Summit/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે મહાત્મા ગાંધી ખાતે U 20 મેયરલ સમિટનો પ્રારંભ કરાવશે, 40 દેશોના મેયરો સહિત 130 ડેલીગેટ્સ આવશે

આ પણ વાંચો:મોટી સિદ્ધિ/જુનાગઢ મનપાએ દુનિયાની પ્રથમ વોટર ક્રેડિટ મેળવી ગૌરવ વધારીને વિશ્વમાં ડંકો વગાડ્યો