Not Set/ NEETની પરીક્ષા મામલે રાહુલ ગાંધીનો સરકાર પર આકરા પ્રહાર

રાહુલ ગાંધીએ સરકારને પરીક્ષામાં વિદ્યાર્થીઓને ‘યોગ્ય તક’ આપવા વિનંતી પણ કરી હતી. એવો આક્ષેપ કર્યો કે સરકાર વિદ્યાર્થીઓની તકલીફ માટે આંધળી છે.

Top Stories
rahul ghandi NEETની પરીક્ષા મામલે રાહુલ ગાંધીનો સરકાર પર આકરા પ્રહાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે NEET ની પરીક્ષા મુલતવી રાખવાની હાકલ કરી હતી. રાહુલ ગાંધીએ સરકારને પરીક્ષામાં વિદ્યાર્થીઓને ‘યોગ્ય તક’ આપવા વિનંતી પણ કરી હતી. તેમજ એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર વિદ્યાર્થીઓની તકલીફ માટે આંધળી છે. ગાંધીએ ટ્વિટ કર્યું કે ભારત સરકાર વિદ્યાર્થીઓની દુર્દશા માટે આંધળી છે. તેમણે કહ્યું કે સરકારને વિનંતી કરવામાં આવે છે કે તે NEET ની પરીક્ષા મુલતવી રાખે અને તેમને યોગ્ય તક આપે. સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે યોજાનારી NEET ની પરીક્ષા મુલતવી રાખવાની અરજી ફગાવી દીધાના એક દિવસ બાદ રાહુલ ગાંધીનું ટ્વીટ આવ્યું છે.

નીટની પરિક્ષા મામલે રાહુલ ગાંધીએ વિધાર્થીઓને થઇ રહેલી મુશ્કેલીના લીધે સરકારે આ નિર્ણયને મુલતવી રાખીને તેમને સહકાર આપવાની રજૂઆત કરી છે ,જ્યારે સુપ્રીમ કોર્ટે પણ વિધાર્થીઓની અરજીને નીટ મામલે ફગાવી હતી, કોરોનાના લીધે નીટની પરિક્ષાની તારીખ સમયઅંતરાલે બદલાતી રહે છે. કોરોનાની સ્થિતના લીધે ઓનલાઇન વર્ગો ચાલી રહ્યા છે અને ઘણાબધા વિધાર્થીઓ તૈયારી કરી શક્યા ન હોય તેવી સંભાવના પણ પ્રબળ રહી છે.નીટ ની એકઝામ હાલ 12 સપ્ટેમ્બરે યોજાનારી છે કોર્ટના નિર્દેશ બાદ હવે વિધાર્થીઓએ પરીક્ષા નહી આપવાની આશા ઠગારી નીવડી છે, હવે નિર્ધારિત સમયે જ પરીક્ષા યોજાશે