Asia Cup/ BCCIએ કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત, KL રાહુલની વાપસી, જસપ્રીત બુમરાહ બહાર

એશિયા કપની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે

Top Stories Sports
2 12 BCCIએ કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત, KL રાહુલની વાપસી, જસપ્રીત બુમરાહ બહાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2022 એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ઓપનર કેએલ રાહુલની ટીમમાં વાપસી થઈ છે, તો જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ ટૂર્નામેન્ટમાંથી બહાર છે.

શ્રેયસ અય્યર, દીપક ચહર અને અક્ષર પટેલને એશિયા કપ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી. આ સિવાય સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જયારે અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ છે.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું, “જસપ્રીત બુમરાહને પીઠમાં ઈજા છે અને તે એશિયા કપમાં નહીં રમે. તે અમારો મુખ્ય બોલર છે અને અમે ઈચ્છીએ છીએ કે તે T20 વર્લ્ડ કપ પહેલા એક્શનમાં આવે. અમે તેને એશિયા કપમાં રમાડીને જોખમમાં નાખી શકીએ નહીં કારણ કે તેનાથી ઈજા વધી શકે છે.

જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનો છેલ્લો ભાગ હતો. જે બાદ સ્ટાર ફાસ્ટ બોલરને પણ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો. હવે પીઠની સમસ્યાને કારણે બુમરાહ હજુ થોડો સમય બહાર થઈ શકે છે.

2022 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (ડબ્લ્યુકે), દિનેશ કાર્તિક (ડબ્લ્યુકે), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને અવેશ ખાન છે.

UAEમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપ 2022માં છ ટીમો ભાગ લેવા જઈ રહી છે. શ્રીલંકા, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પહેલાથી જ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી ચૂક્યા છે. જયારે છઠ્ઠી અને અંતિમ ટીમ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પછી નક્કી કરવામાં આવશે. છ ટીમોની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ 20 ઓગસ્ટથી હોંગકોંગ, કુવૈત, સિંગાપોર અને યુએઈ સાથે શરૂ થશે.

એશિયા કપમાં બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં ત્રણ ટીમો હશે. ગ્રુપ Aમાં ભારત-પાકિસ્તાનની સાથે અન્ય ક્વોલિફાઈંગ ટીમ હશે. એ જ રીતે અફઘાનિસ્તાનની ટીમને શ્રીલંકા અને બાંગ્લાદેશની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવી છે.

શેડ્યૂલ અનુસાર, ભારત 28 ઓગસ્ટથી પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારતની બીજી મેચ 31 ઓગસ્ટે રમાશે. આ પછી 3 સપ્ટેમ્બરથી સુપર-4 રાઉન્ડમાં 6 મેચ રમાશે. ટોચની બે ટીમો 11 સપ્ટેમ્બરે ફાઇનલમાં ટકરાશે.