અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકો રાવણ દહન જોવા માટે ભેગા થયા હતા. આ રાવણ દહન કાર્યક્રમનાં ચીફ ગેસ્ટ નવજોત સિંહ સિદ્ધુનાં પત્ની નવજોત કૌર સિદ્ધુ હતા. આ દુર્ઘટનામાં 61 લોકો મૃત્યુ પામ્યા છે ઘણાં લોકો ઘાયલ થયા છે.
ઘાયલ થયેલાં લોકોને જોવા માટે પંજાબ મીનીસ્ટર નવજોત સિંહ સિદ્ધુ હોસ્પિટલ ગયાં હતા. એમણે જણાવ્યું કે, ‘આ બેદરકારીનું પરિણામ છે. જાણીજોઈને થયું નથી એ સ્વાભાવિક છે. આ એક એક્સીડેન્ટ છે એ સમજવું જોઈએ.’
ઘટના સ્થળ પર નવજોત કૌર સિદ્ધુ જે ચીફ ગેસ્ટ તરીકે હાજર હતા એમણે કહ્યું હતું કે ,આ દુર્ઘટના ઘટી એ પહેલાં જ એમને એક કોલ આવ્યો હતો અને તેઓ ત્યાંથી રવાના થઇ ગયાં હતા. સ્થળ છોડ્યાની 15 મિનીટ બાદ જ એમને આ દુર્ઘટનાનાં સમાચાર મળ્યાં હતા.
એમણે જણાવ્યું કે, ‘અમે છ જગ્યાએ રાવણનાં પુતળાનું દહન કર્યું હતું. એમાંના મોટા ભાગના રેલ્વે ટ્રેક પાસે હતા. એમણે (રેલ્વે ઓથોરીટી) ઓછામાં ઓછુ ટ્રેનની સ્પીડ ધીમી રાખવાની સુચના આપવી જોઈતી હતી.’
બંને પતિ પત્નીએ આ દુર્ઘટનાને રાજકારણ સાથે ન જોડવા માટે કહ્યું છે અને જે લોકો આવું કરે છે એમણે શરમ રાખવી જોઈએ એવું પણ નવજોત કૌર સિદ્ધુએ કહ્યું હતું.