Not Set/ #PAKvAUS : મોહમ્મદ અબ્બાસના તૂફાનમાં ઢેર થયા કાંગારુઓ, પાકે. મેળવી ૩૭૩ રને રેકોર્ડ જીત

અબુધાબી, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બે ટેસ્ટની શ્રેણી અંતિમ મેચમાં પાકિસ્તાનની ટીમે રેકોર્ડ જીત હાંસલ કરી છે. ઝડપી બોલર મોહમ્મદ અબ્બાસના તરખાટ સામે કાંગારું ટીમ ટકી શકી ન હતી પાકિસ્તાને ૩૭૩ રને શાનદાર જીત મેળવી હતી. આ સાથે જ પાકિસ્તાન ૨ ટેસ્ટ મેચની શ્રેણી ૧-૦થી જીતી લીધી છે. નોધનીય છે કે, દુબઈમાં રમાયેલી પ્રથમ […]

Trending Sports
Dp3eVCzW4AAn4 P #PAKvAUS : મોહમ્મદ અબ્બાસના તૂફાનમાં ઢેર થયા કાંગારુઓ, પાકે. મેળવી ૩૭૩ રને રેકોર્ડ જીત

અબુધાબી,

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બે ટેસ્ટની શ્રેણી અંતિમ મેચમાં પાકિસ્તાનની ટીમે રેકોર્ડ જીત હાંસલ કરી છે. ઝડપી બોલર મોહમ્મદ અબ્બાસના તરખાટ સામે કાંગારું ટીમ ટકી શકી ન હતી પાકિસ્તાને ૩૭૩ રને શાનદાર જીત મેળવી હતી.

આ સાથે જ પાકિસ્તાન ૨ ટેસ્ટ મેચની શ્રેણી ૧-૦થી જીતી લીધી છે. નોધનીય છે કે, દુબઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

અબુધાબીના શેખ જાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પાકિસ્તાનએ રનોના હિસાબથી સૌથી મોટી જીત મેળવી છે. આ પહેલા વર્ષ ૨૦૧૪માં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને ૩૫૬ રનથી હરાવ્યું હતું.

અંતિમ ટેસ્ટ મેચમાં તરખાટ મચાવનારા મોહમ્મદ અબ્બાસે આ મેચમાં કુલ ૧૦ વિકેટ ઝડપી હતી. અબ્બાસના આ સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ બાદ તેને “મેન ઓફ ધ મેચ” અને “મેન ઓફ ધ સિરીઝ” એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૮૨ રન બનાવ્યા હતા, જયારે ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૧૪૫ રનમાં તંબુભેગું થયું હતું.

ત્યારબાદ પાકિસ્તાને પ્રથમ ઇનિંગ્સમાં ૧૩૭ રનની લીડ મેળવ્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૯ વિકેટના નુકશાને ૪૦૦ રનનો સ્કોર ખડકયો હતો અને કાંગારું ટીમને ૫૩૭ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.

જો કે પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૫૩૭ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાનો બીજી ઇનિંગ્સમાં ધબડકો થયો હતો અને પૂરી ટીમ માત્ર ૧૬૪ રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ૩૭૩ રને હારનો પરાજય ચાખ્યો હતો.