Not Set/ અરવલ્લી જીલ્લામાં એક્તા રથયાત્રાનું પ્રસ્થાન, 417 ગામડાંમાં પરિભ્રમણ કરશે એક્તા રથયાત્રા

અરવલ્લી, વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાનું 31 ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે પ્રતિમા વિશે રાજ્ય અને દેશની જનતાને સરદાર સાહેબ વિશે સમજ આપવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુ સાથે રથનું પ્રસ્થાન જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું.સરદાર સાહેબના સ્ટેચ્યુનું પૂજન અને આરતી કરવામાં આવી […]

Top Stories Gujarat Others Videos
mantavya 329 અરવલ્લી જીલ્લામાં એક્તા રથયાત્રાનું પ્રસ્થાન, 417 ગામડાંમાં પરિભ્રમણ કરશે એક્તા રથયાત્રા

અરવલ્લી,

વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાનું 31 ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે પ્રતિમા વિશે રાજ્ય અને દેશની જનતાને સરદાર સાહેબ વિશે સમજ આપવામાં આવશે.

mantavya 327 અરવલ્લી જીલ્લામાં એક્તા રથયાત્રાનું પ્રસ્થાન, 417 ગામડાંમાં પરિભ્રમણ કરશે એક્તા રથયાત્રા

અરવલ્લી જિલ્લામાં સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુ સાથે રથનું પ્રસ્થાન જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું.સરદાર સાહેબના સ્ટેચ્યુનું પૂજન અને આરતી કરવામાં આવી હતી.

mantavya 328 અરવલ્લી જીલ્લામાં એક્તા રથયાત્રાનું પ્રસ્થાન, 417 ગામડાંમાં પરિભ્રમણ કરશે એક્તા રથયાત્રા

ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલ ફ્લેગ ફરકાવીને રથનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું. 20 ઓક્ટોબરથી શરુ થયેલ આ રથ બે તબક્કામાં માલપુર,મેઘરજ,મોડાસા,ભિલોડા,ધનસુરા અને બાયડ તાલુકાના 417 ગામડાંઓમાં પરિભ્રમણ કરશે અને 24 નવેમ્બરે તેનું સમાપન થશે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. પરંતુ જિલ્લાના ત્રણ આમંત્રિત ધારાસભ્યોની સૂચક ગેરહાજરી ઉડીને આંખે વળગી તેવી હતી.