સુરેન્દ્રનગર/ પોલીસ દ્વારા એન્કાઉન્ટર, 2 વૉન્ટેડ આરોપીનું એન્કાઉન્ટરમાં મોત

આ હુમલામાં જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. જેમાં બન્ને આરોપીના મોત નીપજ્યા છે. ફાયરિંગ દરમિયાન બે વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે.

Top Stories Gujarat
Untitled 100 પોલીસ દ્વારા એન્કાઉન્ટર, 2 વૉન્ટેડ આરોપીનું એન્કાઉન્ટરમાં મોત

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક ગેડીયા ગામે પોલીસ દ્વારા એન્કાઉન્ટર થયાના મોટા સમાચાર સામે આવ્યા છે. આ એનકાઉન્ટરમાં ગુજસીટોકના આરોપી વોન્ટેડ મુન્નો અને તેના દીકરા મદીનનું મોત થયું છે. આ બંને વ્યક્તિ ગંભીર ગુના ગુકસીટોકના આરોપી હતા. વૉન્ટેડ આરોપીને પકડવા પોલીસ પહંચી હતી. પરંતુ મળેલી માહિતી અનુસાર ત્યારે પોલીસ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હતો.

આ હુમલામાં જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. જેમાં બન્ને આરોપીના મોત નીપજ્યા છે. ફાયરિંગ દરમિયાન બે વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના ઘટતા એલસીબી, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો હાલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.