Recipe/ ઘરે બનાવો કેળાની કચોરી, નોધીલો તેની રેસિપી…..

કચોરી તો આપના બધાનું જ પસંદગીની ફરસાણ છે. બટાકા, બટાકા-ડુંગળી, વટાણા જેવા ઘણા શાકભાજીની કચોરીઓ બનતા હોઈશું પણ શું તમે પહેલા ક્યારેય કેળાની કચોરી ખાધી છે?

Lifestyle
Untitled 98 ઘરે બનાવો કેળાની કચોરી, નોધીલો તેની રેસિપી.....

તહેવારોની સીઝન ચાલી રહી છે અને આપણે જુદા-જુદા ફરસાણ પણ બનાવતા હોઈએ છીએ. એમાં પણ કચોરી તો આપના બધાનું જ પસંદગીની ફરસાણ છે. બટાકા, બટાકા-ડુંગળી, વટાણા જેવા ઘણા શાકભાજીની કચોરીઓ બનતા હોઈશું પણ શું તમે પહેલા ક્યારેય કેળાની કચોરી ખાધી છે? તો ચાલો જાણી લો રેસિપી –

સામગ્રી:

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 પાકેલું કેળું
  • 2-3 ચમચી દહીં
  • 2-3 ચમચી ખાંડ
  • 1/2 ટીસ્પૂન જીરું
  • 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
  • 1/4 ટીસ્પૂન મરી પાવડર
  • જરૂરી તેલ મુજબ
  • સમારેલી બદામ – ગાર્નીશિંગ માટે

રીત:

કેળાને છોલીને તેને મેશ કરી લો.

તેમાં દહીં, ખાંડ, જીરું, ખાવાનો સોડા અને કાળા મરી સારી રીતે મિક્સ કરો. વાસણમાં લોટ લો અને તેમાં કેળાનું મિશ્રણ ઉમેરો અને લોટ બાંધી લો. હવે તેના પર થોડું તેલ લગાવી 30 મિનિટ સુધી રાખો. કણક ફૂલીને સેટ થઇ જશે. હવે એક પેનમાં તેલ ગરમ કરો. અને કણકમાંથી નાના બોલ બનાવો. હવે એક એક કરીને બધી જ કચોરીને ગોળ વણી લો. જ્યારે બધી કચોરીઓ વણાઈ જાય ત્યારે તેને ગરમ તેલમાં તળી લો અને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન કરી લો. બધી જ કચોરીઓ આ રીતે તૈયાર કરો. કચોરીઓને બદામથી સજાવો અને પીરસો.