Not Set/ સવાર-સવારમાં મીઠા લીમડાનું જ્યુસ પીવાથી થાય છે આ ફાયદાઓ

મીઠા લીમડામાં કેટલાય ઔષધીય ગુણ પણ મળી આવે છે. તેના પાંદડાંનો જ્યુસ પીવાના શરીરને કેટલાય પ્રકારના ફાયદા થાય છે.

Health & Fitness Lifestyle
A 207 સવાર-સવારમાં મીઠા લીમડાનું જ્યુસ પીવાથી થાય છે આ ફાયદાઓ

મોટાભાગના લોકો ઘરમાં મીઠા લીમડાનો ઉપયોગ વાનગીની ખુશ્બૂ અને સ્વાદ વધારવા માટે કરે છે. ખાસ કરીને દક્ષિણ ભારતીય વાનગીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કદાચ તમે જાણતા નથી કે મીઠા લીમડામાં કેટલાય ઔષધીય ગુણ પણ મળી આવે છે. તેના પાંદડાંનો જ્યુસ પીવાના શરીરને કેટલાય પ્રકારના ફાયદા થાય છે.

મીઠા લીમડાનું જ્યુસ બનાવવાની રીત 

4 થી 5 મીઠા લીમડાના પાંદડા તેમજ એક ગ્લાસ પાણી લો હવે તેને મિક્ષર ની અંદર બ્લેન્ડ કરી લો તૈયાર થસે ગ્રીન જ્યુસ જો મીઠો લીમડોહાજાર ના હોય તો તમે ધાણા અથવા ફુદીનાનો પાન નો ઉપયોગ કરી જ્યુસ બનાવી શકો છો આ ઔષધિ જ્યુસ આલકાઇન હશે.

ફાયદા

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે મીઠા લીમડાના જ્યુસનું સેવન બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તેનાથી બ્લડમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત કરી શકાય છે, જેનાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થઇ જાય છે.

મીઠો લીમડો તમારી પાચન ક્રિયા ને પણ સુધારે છે તેમજ વજન ઉતારવામાં  મદદ કરે છે મીઠો લીમડો તમારા હદય માટે પણ ખુબજ ઉત્તમ ઔષધિ છે મીઠો લીમડો તમારું સુગર લેવલ પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

તમે મીઠા લીમડાના જ્યુસ ની અંદર પાલક, ધાણા ,ફૂદીનો  ઉમેરી મીઠા લીમડા સાથે બ્લેન્ડ કરી શકો છો. જેથી આ બધી ઔષધિ ના ગુણો તમને સીધોજ મળી શકે.

મીઠા લીમડાના જ્યુસનું સેવન કરવાથી એનીમિયાની પરેશાની દૂર થાય છે. તેમાં વધુ પ્રમાણમાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે જે એનીમિયાને દૂર કરવામાં મદદ કરે છે.

વજન ઓછું કરવામાં મીઠા લીમડાનો જ્યુસ ઘણી મદદ કરે છે. જે લોકો જ્યુસ પીવાનું પસંદ નથી કરતા તે લોકો પણ આ પાંદડાંનું સેવન પણ જમવાની સાથે કરી શકે છે. આ ચરબીને ઘટાડે છે અને તેમાં રહેલા ફાઇબર બૉડીથી ટૉક્સિન બહાર કરે છે.

આંખોની રોશની વધારવામાં પણ મીઠા લીમડાનો જ્યુસ મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી-ઑક્સીડેન્ટ તેમાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ આ મોતિયા જેવી મુશ્કેલીને વહેલા આવવા દેતી નથી. તમે ઇચ્છો તો જ્યુસની જગ્યાએ પાંદડાંનું પણ સેવન કરી શકો છો.