Not Set/ મહિલાઓએ ડિપ્રેશનમાંથી મુક્ત થવું છે,જો હા તો વાંચો આ ટીપ્સ

એવુ મોટાભાગે  જોવા મળે છે કે, જો માતા ડિપ્રેશનથી પીડિત રહે છે તો તેની સીધી અસર પરિવાર પર પડે છે. ડિપ્રેશનના કારણે  વ્યક્તિ ચિઢિયો થઈ જાય છે અને જો આવુ કોઈ મહિલા સાથે થાય છે તો આનો પ્રભાવ પરિવાર પર પડે છે. એક મહિલા જ સમગ્ર પરિવારની ચાવી હોય છે. તેના જ હાથમાં હોય છે ઘરને […]

Health & Fitness Lifestyle
31e3bb23e9bb68d00c0d2cbe3c247730 મહિલાઓએ ડિપ્રેશનમાંથી મુક્ત થવું છે,જો હા તો વાંચો આ ટીપ્સ

એવુ મોટાભાગે  જોવા મળે છે કે, જો માતા ડિપ્રેશનથી પીડિત રહે છે તો તેની સીધી અસર પરિવાર પર પડે છે. ડિપ્રેશનના કારણે  વ્યક્તિ ચિઢિયો થઈ જાય છે અને જો આવુ કોઈ મહિલા સાથે થાય છે તો આનો પ્રભાવ પરિવાર પર પડે છે. એક મહિલા જ સમગ્ર પરિવારની ચાવી હોય છે. તેના જ હાથમાં હોય છે ઘરને સુંદર અને સ્વસ્થ રાખવાનું કામ. ડિપ્રેશન એક રીતની ઉધઈ જેવી હોય છે, જે ધીમે-ધીમે શરીર અને સંબંધોને ખોખલા કરી દે છે.

Women more prone to depression after stroke, finds study | Health ...

જો તમે આનાથી બચવા માંગો છો તો બાળકોની સાથે સંબંધમાં સુધારો લાવીને ડિપ્રેશનથી બચી શકાય છે. એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે. સંશોધકોના જણાવ્યા મુજબ, બાળકો અને તેની માતાની વચ્ચે વાતચીતમાં જા ગરમજાશીની ઉણપ છે તો એનો મતલબ એ થયો કે, તેમનો પરસ્પર તાલમેલ બરાબર નથી. અમેરિકાના બિંઘમટન યુનિવર્સિટીના બ્રેન્ડન ગીબે જણાવ્યુ કે, અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે, શરીર ક્રિયા વિજ્ઞાનના સ્તર પર શું તમે માતા અને બાળકો વચ્ચે તાલમેલ દેખો છો અને કેવી રીતે આ અવસાદને પ્રભાવિત કરે છે.

Depression Raises Risk Of Early Death in Women: 5 Foods That May ...

આ સંશોધન જર્નલ ઓફ ચાઈલ્ડ સાઈકોલોજી એન્ડ સાઈકિએટ્રીમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. સંશોધનમાં 7થી 11 વર્ષના બાળકો અને તેમની માતાઓને સામેલ કરવામાં આવ્યા હતા. સંશોધનમાં સામેલ મહિલાઓમાંથી 44ને અવસાદનો ઈતિહાસ રહ્યો હતો અને જ્યારે 50ની સાથે આવી કોઈ વાત નહતી બની.

Do you know why some women feel more depressed than others? Here's ...

તેમનો આપસમાં સકારાત્મક અને નકારાત્મક બન્ને રીતની વાતચીત દરમિયાન તેમની ધડકનોનો ઉતાર-ચઢાવનો અભ્યાસ કરવામાં આવ્યો. પ્રથમ વાતચીતમાં માતા અને બાળકોની જોડીએ પોતાના પંસદગી પર્યટન સ્થળ પર રજાઓ વીતાવવાને લઈને વાતચીત કરી અને તેમની વાતચીતમાં તેમની વચ્ચે તણાવના મામલાને લઈ વાતચીત થઈ, જેમાં હોમવર્ક કરવુ, ટીવી અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો, સ્કુલની સમસ્યા, સમય પર તૈયાર થવુ વગેરે જેવા વિષયો સામેલ હતા. સંશોધનમાં સામે આવ્યુ કે, એવી માતા જેમનો અવસાદ સાથે કોઈ ઈતિહાસ નથી તેમનો તેમના બાળકોની સાથે નકારાત્મક વાતચીત દરમિયાન પોતાના દિલની ધડકનમાં ઘણો ઉતાર ચઢાવ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.