Healthy Recipe/ મૂઠીયા તો ઘણા ખાધા, પણ આ કોથમીરના મૂઠીયાનો સ્વાદ દાઢે વળગશે

જાણી લો કોથમીરના મૂઠીયા બનાવવા માટેની સિક્રેટ Recipe

Food Lifestyle
muthiya 1 મૂઠીયા તો ઘણા ખાધા, પણ આ કોથમીરના મૂઠીયાનો સ્વાદ દાઢે વળગશે

કોથમીરનાં મુઠીયા બનાવવા માટેની સામગ્રી –

1 કપ ઘઉંનો ઝીણો લોટ
3/4 કપ રવો (અથવા ઘઉંનો જાડો લોટ)
2 ટેસ્પૂન બેસન
ચપટી હળદર પાવડર
1/4 ટીસ્પૂન હીંગ
સ્વાદ પ્રમાણે મીઠું
1 ટીસ્પૂન અજમો
1 ટીસ્પૂન ખાંડ
1 ટેસ્પૂન આદુ મરચાંની પેસ્ટ
2 ટીસ્પૂન તેલ (મોણ માટે)
2 ચમચી દહીં
2 કપ ફ્રેશ સમારેલી કોથમીર
જરૂર મુજબ પાણી
ચપટી કુકિંગ સોડા

વઘાર માટે –

4 ટેસ્પૂન તેલ
1 સૂકું લાલ મરચું
1 ટીસ્પૂન ઝીણી રાઈ
1/2 ટીસ્પૂન હીંગ
4-5 મીઠા લીમડાનાં પાન
1 ચમચી સફેદ તલ

કોથમીરનાં મુઠીયા બનાવવા માટેની રીત –

સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં ઘઉંનો લોટ, રવો, બેસન લઈ મિક્સ કરો. ત્યારબાદ તેમાં હળદર, હીંગ, મીઠું, અજમો, ખાંડ, આદુ-મરચાંની પેસ્ટ, તેલનું મોણ, દહીં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરો. તેમાં કુકિંગ સોડા અને જરૂર મુજબ પાણી ઉમેરી મુઠીયા વાળી શકાય તેવો લોટ તૈયાર કરો.
– ઢોકળિયામાં પાણી ગરમ કરી ઉપર મુઠીયા સ્ટીમ કરવા માટે જાળીવાળી પ્લેટ તેલથી ગ્રીસ કરીને ગોઠવો. તૈયાર કરેલા લોટમાંથી મધ્યમ જાડા મુઠીયા વાળી ગ્રીસ કરેલી પ્લેટ પર ગોઠવો. ઢોકળિયાનું ઢાંકણ બંધ કરી 10 મિનિટ તેજ આંચે અને 20-25 મિનિટ એકદમ ધીમી આંચે મુઠીયાને સ્ટીમ થવા દો.
– ત્યારબાદ ચપ્પુ લગાવીને ચેક કરો, ચપ્પુ સાફ બહાર આવે તો સમજવું કે મુઠીયા સ્ટીમ થઈ ગયા છે, ગેસની ફ્લેમ બંધ કરી મુઠીયા પર કોટન કપડું ઢાંકીને 15 મિનિટ સિજવા દો.
– ત્યારબાદ મૂઠિયાને ઢોકળિયામાંથી બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે મીડીયમ ટુકડામાં સમારો.
– વઘાર માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું, ઝીણી રાઈ, હીંગ, મીઠા લીમડાનાં પાન અને સફેદ તલ ઉમેરી વઘાર તૈયાર થાય એટલે તેમાં સમારેલા કોથમીરનાં મુઠીયા ઉમેરી 2-3 મિનિટ સુધી મધ્યમ તાપે મુઠીયા બહારથી થોડા ક્રિસ્પી થાય તે રીતે વઘારો. ગરમાગરમ કોથમીરનાં મુઠીયાને ચા કે ચટણી સાથે સર્વ કરો.

આ પણ વાંચો: સેક્સ લાઈફ બનશે રસપ્રદ જો અપનાવશો આ સ્ટેપ

આ પણ વાંચો: અઠવાડિયાના આ દિવસે લોકોને સૌથી વધુ આવે છે હાર્ટ એટેક, સંશોધનમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો:સેક્સ પહેલા પાર્ટનર સાથે મળીને પોર્ન જોવાના છે ઘણા ફાયદાઓ

આ પણ વાંચો:જો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સાંજ વિતાવવા માંગો છો, તો લો આ સ્થળની મુલાકાત

આ પણ વાંચો:કેરી ખાવાથી પણ ઘટાડી શકાય છે વજન, જાણો ખાવાની સાચી રીત